અમદાવાદના એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં જ પડ્યો ખાડો

અમદાવાદ, તા.૧પ
વરસાદ આવતા જ અનેક જૂના પોલીસ સ્ટેશનમાં કામ કરતા પોલીસકર્મીઓ હેરાન પરેશાન છે, પણ નવા બનેલા પોલીસ સ્ટેશનમાં પણ પોલીસકર્મીઓ હેરાન જોવા મળી રહ્યા છે. એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફાયબરનો ડોમ ઊભા કરી પીઆઈની ચેમ્બર અને ઈન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ ઊભો કરાયો છે, જેમાં એક ડોમમાં ખાડો પડી જતા પોલીસકર્મીઓ હેરાન પરેશાન થઈ ગયા છે. સરદારનગર, કુબેરનગર, છારાનગર વિસ્તાર પહેલાં સરદારનગર પોલીસ સ્ટેશનમાં આવતો હતો. પરંતુ એરપોર્ટ પર વિદેશીઓ આવતા તે લોકોને પોલીસનો સંપર્ક સાધવો હોય તો મુશ્કેલી પડતી હતી જેથી એરપોર્ટ કેમ્પસમાં જ એરપોર્ટ પોલીસ સ્ટેશન બનાવવામાં આવ્યું હતું, જેમાં અમુક ભાગ કોક્રિટનો છે, જ્યારે અમુક ભાગ ફાયબરના ડોમનો બનાવેલો છે. ખાસ પીઆઈની ચેમ્બર અને ઈન્વેસ્ટિગેશન રૂમ ફાયબરના ડોમમાં ઊભા કર્યા છે. ત્યારે હવે આ જ ઓફિસમાં ખાડો પડતા પોલીસકર્મીઓ હેરાન થઈ ગયા છે. દિવસ રાત ખડેપગે રહેતા પોલીસકર્મીઓ કેવી પરિસ્થિતિમાં કામ કરે છે તે હવે ઉચ્ચ અધિકારીઓએ જોવાનું છે. પોલીસ સ્ટેશનમાં પડેલા ખાડાથી બચવા લાકડાના પાટિયા લગાવી પોલીસે પોતાનું કામ ચાલુ રાખ્યું છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks