અમદાવાદમાં માત્ર ૧૦ દિવસમાં જ ઝાડા-ઉલ્ટીના ર૧૪ કેસો નોંધાયા

અમદાવાદ, તા.૧૨
અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગના કેસો નોંધાઈ રહ્યા છે. તમામ પગલા લેવાઈ રહ્યા હોવા છતાં નવા કેસ સપાટી ઉપર આવ્યા છે. બેવડી સિઝનમાં પાણીજન્ય કેસોની વાત કરવામાં આવે તો માત્ર ૧૦ દિવસના ગાળામાં જ માર્ચ મહિનામાં ઝાડા ઉલ્ટીના ૨૦૪, કમળાના ૬૭, ટાઇફોઇડના ૮૪ કેસ સપાટી ઉપર આવ્યા છે જ્યારે મચ્છરજન્ય કેસોની વાત કરવામાં આવે તો સાદા મેલેરિયાના ૨૪ કેસ આ મહિનામાં સપાટી ઉપર આવ્યા છે. ૨૦૧૮માં ૧૦મી માર્ચ સુધીમાં ૨૨૭૨૪ લોહીના નમૂનાની તપાસ કરવામાં આવી ચુકી છે. હેલ્થ ફ્લાઇંગ સ્કવોર્ડ દ્વારા જુદા જુદા વિસ્તારોમાં માર્ચ મહિનામાં ૨૯૫ સીરમ સેમ્પલ લેવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં પરિણામને લઇને ચર્ચા છે. આરોગ્ય વિભાગ દ્વારા પાણીજન્ય અને મચ્છરજન્ય રોગને રોકવા વિવિધ પગલા લેવાઈ રહ્યા હોવા છતાં કેસ સપાટી ઉપર આવી રહ્યા છે.અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં સતત ફેરફાર થવાના કારણે રોગચાળાના કેસોમાં વધારો થયો છે. આ અંગેની વિગત એવી છે કે,સમગ્ર રાજયની સાથે અમદાવાદ શહેરમાં પણ લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં છેલ્લા કેટલાક દિવસોથી નોંધપાત્ર ફેરફાર થયા છે. આમ આ મોસમમાં મચ્છરજન્ય રોગના કેસોની સંખ્યા વધવી જોઈએ એના બદલે અમદાવાદ શહેરમાં પાણીજન્ય રોગના કેસો વધવા પામતા મ્યુનિસિપલ તંત્રની બેદરકારી છતી થવા પામી છે. ગત વર્ષે પણ અમદાવાદ શહેરમાં પાણીજન્ય રોગની સ્થિતિ લોકોની ફરિયાદોનો સમયસર નિકાલ ન થવાના કારણે વકરવા પામી હતી. અમદાવાદ શહેરમાં આ વર્ષની શરૂઆત બાદ બે મહિનામાં હજુ સુધીમાં ઝાડા ઉલ્ટીના કેસોમાં સતત વધારો થયો છે. ડેંગ્યુ અને અન્ય રોગના કેસોમાં વધારો થયો છે. વર્ષ ૨૦૧૭માં હેલ્થ ફ્લાઇંગ સ્કોવોર્ડ દ્વારા અલગ અલગ વિસ્તારોમાંથી કુલ ૧૭૪૯ અલગ અલગ ખાદ્યપદાર્થોના નમૂના લેવામાં આવ્યા હતા જેમાંથી ૧૭૭ નમૂના અપ્રમાણિત જાહેર કરવામાં આવ્યા છે. ફેબ્રુઆરી ૨૦૧૮માં ૧૨૩ અલગ અલગ ખાદ્ય પદાર્થોના નમૂના લેવામાં આવ્યા હતા જેમાંથી ૭ અપ્રમાણિત જાહેર થયા હતા જ્યારે ૧૦મી માર્ચ ૨૦૧૮ સુધીમાં ૫૪ અલગ અલગ નમૂના લેવામાં આવ્યા છે.
આરોગ્ય વિભાગના પગલાં
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રોગચાળાને નિયંત્રણમાં લેવા માટે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા વર્તમાન મહિનામાં રોગચાળાને રોકવા માટે જે પગલા લેવાયા છે તે નીચે મુજબ છે.
ક્લોરિન ટેસ્ટ ૧૧૮૨૪
બેક્ટેરીયોલોજીક તપાસ માટે નમૂના ૧૧૧૪
બિનઆરોગ્યપ્રદ ખાદ્યપદાર્થોનો નાશ ૩૭૮૫
ક્લોરીન ગોળીઓનું વિતરણ ૨૩૧૫૨૦
જંતુનાશક દવાનો છંટકાવ ૧૩૪૭૬૧
નોટિસ અપાઈ ૬૫૧
નિકાલ કરેલ ફરિયાદ ૧૫૦૦
મોબાઇલ કોર્ટ દ્વારા દંડ ૭૫૦૦૦
વહીવટી ચાર્જ ૩૭૪૧૬૮

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks