અમદાવાદીઓ કરોડો રૂપિયાનું ઉંધિયુ-જલેબી ઝાપટી જશે

અમદાવાદ,તા.૧૩
ઊતરાયણના તહેવારની ઉજવણી હોય અને ઉંધીયા-જલેબીની જયાફત ના ઉડે એ તો શકય જ નથી. ઊતરાયણનો તહેવાર ગુજરાતીઓ અને ખાસ કરીને અમદાવાદીઓ મન ભરીને મોજ માણીને ઉજવવા માટે જાણીતા છે. ખાવા-પીવાના શોખીન અમદાવાદીઓનું ઊતરાયણનું મેઇન મેનુ ઉંધીયુ-જલેબી જ છે. ઊતરાયણ-વાસી ઊતરાયણના બે દિવસ દરમ્યાન જ અમદાવાદીઓ કરોડો રૂપિયાનું ઉંધીયુ-જેલબી ઝાપટી જશે. અમદાવાદીઓના શોખને ધ્યાનમાં લઇને શહેરના વિવિધ સ્વીટમાર્ટ અને ફરસાણ-મીઠાઇઓવાળાઓએ ઉંધીયા-જેલેબીના વેચાણ માટે ખાસ વ્યવસ્થા કરી છે અને તેના ભાગરૂપે ઉંધીયા-જલેબીના વિશાળ સ્ટોલ્સ,મંડપ અને શામિયાણાં ઉભા કર્યા છે, ઊતરાયણના તહેવારને લઇ શહેરના જાણીતા સ્વીટ માર્ટસ્‌ અને ફરસાણ-મીઠાઇવાળાઓએ તો ઉંધીયા-જલેબીની ડિમાન્ડને પહોંચી વળવા આગોતરી તૈયારી કરી હતી અને ચાર-પાંચ દિવસ પહેલાથી જ તેની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. જેના ભાગરૂપે તેઓએ તેમના મેઇન સ્ટોલ કે દુકાનની આગળ જ વધારાના મંડપ, સ્ટોલ્સ અને શામિયાણા બાંધી ઉંધીયા-જલેબીના વેચાણ માટેની અલગ જ વ્યવસ્થા કરી હતી. કેટલાક જાણીતા સ્વીટમાર્ટસ અને ફરસાણ-મીઠાઇવાળાઓએ ઉત્સાહી પતંગરસિયાઓ અને ખાવાના શોખીન ગ્રાહકોની ડિમાન્ડને લઇ આગોતરા ઓર્ડર પણ મેળવ્યા હતા. શહેરની આવી નાની દુકાનો પર ઉંધીયાનો એક કિલોનો ભાવ રૂ.૨૪૦થી રૂ.૨૮૦ સુધીનો છે તો જલેબીનો ભાવ રૂ.૪૫૦થી લઇ રૂ.૫૫૦-રૂ.૬૦૦ સુધીનો જોવા મળ્યો છે. તો, શહેરના જાણીતા સ્વીટમાટ્‌ર્સ અને ફરસાણ-મીઠાઇવાળાઓના ત્યાં આ જ હાઇકવોલિટી અને ચોખ્ખા-ઘી તેલમાંથી બનાવાયેલ ઉંધીયા-જલેબીનો ભાવ એક કિલોના અનુક્રમે રૂ.૪૦૦થી રૂ.૫૦૦ અને રૂ.૭૦૦થી રૂ.૯૦૦ સુધીનો જોવા મળ્યો હતો. જે ગત વર્ષની સરખામણીમાં ખાસ્સો વધારે અને નોંધનીય હતો. વેપારીઓના કહેવા મુજબ, ઉંધીયા જલેબીના ભાવમાં જબ્બર ઉછાળા માટે જીએસટીનું ફેકટર જ જવાબદાર છે. જો કે, આ નોંધપાત્ર ભાવવધારા વચ્ચે પણ અમદાવાદીઓએ મન ભરીને કરોડો રૂપિયાના ઉંધીયું-જલેબીઆરોગશે તેવું દેખાઈ રહ્યું છે. ઉંધીયા-જલેબીની સાથે સાથે ફાફડા-ચોળાફળી, ગોટા, ગાંઠિયાના માર્કેટમાં પણ સારુ એવું વેચાણ જોવા મળશે. અમદાવાદીઓએ બે દિવસનુ નાસ્તા-જમવાનું અલગ જ મેનુ તૈયાર કર્યું હોઇ ેખાણી-પીણીવાળાઓને ભારે તડાકો પડે તો નવાઈ નહીં.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks