અમદાવાદ ખાતે ગ્રીન કેટાલીસ્ટ મેગા ઈવેન્ટ યોજાઈ

અમદાવાદ,તા.૧૦
ગ્રીન કેટાલીસ્ટે ગત વર્ષે ઓગસ્ટ ર૦૧૭થી કોલેજના વિદ્યાર્થીઓને સાંકળીને પર્યાવરણ જાગૃતિ/શિક્ષણ અંગેની કામગીરી શરૂ કરી હતી. અમદાવાદની ૧૪ કોલેજ અને આણંદની એક એમ, કુલ ૧પ કોલેજના ૩ર જેટલા વિદ્યાર્થીઓ -વિદ્યાર્થિનીઓ દ્વારા પર્યાવરણીય પ્રશ્નોને ઉજાગર કરવા એક અભિયાન દ્વારા થયું હતું. આ કાર્યક્રમને એક અભિયાન શરૂ થયું હતું. આ કાર્યક્રમને એક વર્ષ પુરૂ થયું છે. તે નિમિત્તે એએમએ અમદાવાદ ખાતે ગ્રીન કેટાલીસ્ટ ઈવેન્ટસ યોજાઈ જેમાં સ્કૂલ-કોલેજના આચાર્યો, અધ્યાપકો તથા શહેરના પ્રતિષ્ઠિત લોકો ઉપસ્થિત રહ્યા હતા. આખા વર્ષ દરમ્યાન વિદ્યાર્થીઓ દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ, ઈ-વેસ્ટ, સોલિડ વેસ્ટ જેવા વિષયોમાં સધન રીતે જાગૃતિના પ્રયત્નો, શેરીનાટક, સંવાદો, વ્યકતવ્યો દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ૮ એપ્રિલના રોજ સાબરમતી રિવર ફ્રન્ટથી ગાંધીઆશ્રમ સુધી વોટરવોકનું આયોજન કર્યું જેના દ્વારા પાણી બચાવવા અને પાણીના પ્રદુષણને અટકાવવા માટેના સંદેશા અપાયા હતા. ગ્રીનકેટાલીસ્ટ દ્વારા વડાપ્રધાનને પત્ર લખીને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અંગે સુચનો કર્યા ઈ-વેસ્ટ વ્યવસ્થાપન માટે પ્રોડયુશ કરતી કંપનીઓને પત્રો લખીને ઈ-વેસ્ટ પાછો લેવા પ્રયત્નો કરવા કાનૂની દબાણ ઉભી કરાયું હતું. પાંચમી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ અને વિશ્વ પાણી દિવસ બન્ને ઈવેન્સ્ટ યુનાઈટેડ નેશન દ્વારા નોંધવામાં આવી છે.
મંગળવારના કાર્યક્રમમાં સામાજિક કાર્યકર અને જનવિકાસના પ્રમુખ ગગન શેઠ્ઠીએ વિદ્યાર્થીઓને અપીલ કરી કે, પર્યાવરણ શિક્ષણની સાથે સાથે તેના અમલીકરણનું કામ થવું જોઈએ. પર્યાવરણ મિત્ર સંસ્થાના મહેશ પંડયાએ કહ્યું કે પર્યાવરણ શિક્ષણ અને જાગૃતિની સાથે સાથે અસરકારક અમલીકરણ માટે સરકાર સાથે લોકપ્રેરવી અને દબાણ ઉભુ કરવા ભાર મુકવો જોઈએ.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks