અમરાઈવાડી : પાદરીએ જ સગીરાને પ્રેમજાળમાં ફસાવી નગ્ન ફોટા-વીડિયો ઉતાર્યા

 

• સગીરાના બિભત્સ ફોટા તેના કાકાને મોકલતા ભાંડો ફૂટ્યો • સગીરાને ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરવા પાદરી દબાણ કરતો હતો • નરાધમ સગીરાને વીડિયો કોલ કરી કપડાં ઉતારવાનું કહેતો હતો

અમદાવાદ,તા.૧
શહેરના અમરાઈવાડી વિસ્તારમાં રહેતી એક સગીરાને ચર્ચના પાદરીએ પ્રેમજાળમાં ફસાવી નગ્ન વીડિયો ઉતારી લીધા હતા. તેમજ સગીરાને વીડિયોકોલમાં કપડા ઉતારવાનું પણ કહેતો હતો. જો આ અંગે કોઈને કહેશે તો બદનામ કરી જાનથી મારી નાખવાની ધમકી પણ આપતો હતો. ઉપરાંત સગીરાને ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરવા માટે પણ કહેતો હતો. જો કેે ચર્ચના પાદરીએ સગીરાના દૂરના કાકાને તેના બિભત્સ ફોટા મોકલતા સમગ્ર મામલે ભાંડો ફુટયો હતો. ત્યારે સગીરાએ અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં પાદરી સામે ફરિયાદ નોંધાવી છે.
અમરાઇવાડીમાં ૧૬ વર્ષીય સગીરા પરિવાર સાથે રહે છે અને ધો.૧૧માં અભ્યાસ કરે છે. ૨૫ ડિસેમ્બર ૨૦૧૯ના રોજ પાડોશમાં રહેતી મહિલા સાથે રબારી કોલોની ખાતે આવેલા કલેશિયા ચર્ચમાં ગઈ હતી. ચર્ચના પાદરી ગુલાબચંદે આ સગીરા સાથે વાતો કરી અને તેના માતા પિતાને પણ ચર્ચમાં લાવવાનું કહ્યું હતું. જોકે સગીરાએ ઘરે આ બાબતે કોઈ જાણ કરી ન હતી. થોડા દિવસો બાદ ગુલાબચંદના ભત્રીજાનો સગીરાના પિતા પર ફોન આવ્યો અને ચર્ચમાં બોલાવ્યા હતા. એક મહિના બાદ સગીરા માતા-પિતા સાથે ચર્ચમાં ગઈ હતી. ગુલાબચંદ સગીરાના ઘરે પણ આવ્યો હતો. થોડા દિવસ બાદ સગીરાના ઘરે ગુલાબચંદ તેના ભત્રીજાઓ સાથે આવીને ઢોલ નગારા સાથે ભજન પણ કરી ગયો હતો. સગીરાના પિતાના ફોન પર આ ગુલાબચંદ ફોન કરતો હતો. કિસ કરતો ફોટો મોકલી આપ્યો અને આઈ લવ યુ પણ કહ્યું હતું. વાતચીત કરી પ્રેમજાળમાં ફસાવી હતી અને તેનો પીછો પણ કરતો હતો. સગીરા એકલી હોય ત્યારે તેને વીડિયો કોલમાં કપડા ઉતારવાનું કહેતો હતો. જો નહિ આપે તો બદનામ કરવાની ધમકી આપતો હતો. ગુલાબચંદ સગીરાને ખ્રિસ્તી ધર્મ અપનાવવાનું પણ કહેતો હતો. અઠવાડિયા પહેલા સગીરાના દુરના કાકાને ગુલાબચંદે સગીરાના નગ્ન ફોટા મોકલ્યા હતા. જે બાબતે સગીરાએ તેના પિતાને સમગ્ર હકીકત જણાવી હતી. બે-ત્રણ દિવસ બાદ ફરી ફોટો મોકલ્યા હતા. અમરાઈવાડી પોલીસે આરોપી પાદરીની સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks