અમરાવતી નદી કિનારે આધારકાર્ડ, પાનકાર્ડ, વિકલાંગનાં સર્ટિ. સહિતની ટપાલો બિનવારસી મળી

નેત્રંગ, તા.૨૫
નેત્રંગ પોસ્ટઓફિસની બેદરકારીના કારણે ટપાલ-આધારકાર્ડ જેવા દસ્તાવેજો નદીકિનારે બિનવારસી હાલતમાં મળતા રહીશોમાં ભારે રોષ જણાઇ રહ્યો છે,
પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગ ગામની સીમમાંથી પસાર થતી અમરાવતી નદીના કિનારેથી આધાર કાર્ડ,પાન કાર્ડ,દિવ્યાંગો વિકલાંગતા ના સર્ટી,બેંકોના દસ્તાવેજો અને ગ્રામપંચાયતની કલેક્ટર કચેરીની ટપાલ સહિત અન્ય ટપાલો જથ્થો મળી આવ્યો હતો,અમરાવતી નદી કિનારે રમતા નાના બાળકોને આ કાગળીયાનો જથ્થો નજરે પડતા તેમાંથી એક દિવ્યાંગ મદીનાબનુ યાસીન ખત્રી નામ ની એક દિવ્યાંગ નો ભરૂચ સિવિલ તરફ થી મોકલાવવામાં આવેલ ેંડ્ઢૈંડ્ઢ કાર્ડ કે જે ડોક્ટરી સર્ટી તરીકે પણ ઓળખવામાં આવે છે,આ કાર્ડની મદદથી દિવ્યાંગોને તેમના લાભો મળતા હોય છે.તો નદીકિનારે રહેતા બાળકો એ આ UDID કાર્ડ તેમજ ચાર થી પાંચ જેટલા આધાર કાર્ડ જવાહર બજાર વિસ્તારમાં આવેલ એક ઝેરોક્ષ ની દુકાને બાળકોએ પહોંચાડ્યા હતા, જેમાં ઝરોક્ષના દુકાનદાર પરેશભાઈએ આ UDID કાર્ડ ઉપર ફોટો જોઈ આ દિવ્યાંગ બાળકના પિતાને ઓળખતા હોવાથી તેમને બોલાવી આ કાર્ડ આપ્યું હતું.દિવ્યાંગ બાળકના પિતાએ તેમને પૂછ્યું કે,આ તમને ક્યાં થી મળ્યું તો તેમને જણાવ્યું કે અમરાવતી નદી કિનારે એક પોસ્ટ ના દસ્તાવેજો ના જથ્થામાંથી મળ્યું છે,જેથી યાસીનભાઈ ખત્રીએ આ બાબત ની જાણ એલ.ઇ.ડી બી.આર.પી નેત્રંગ બ્લોક ના સુનીલબાઈ તેમજ સી.આર.સી કોઓર્ડિનેટર કાંટીપાડા સચિનભાઈ બારોટ ને જાણ થતાં તેઓએ અમરાવતી નદી કિનારે જઈ તપાસ કરતા ત્યા આધાર કાર્ડ,પાન કાર્ડ, તેમજ અન્ય દસ્તાવેજોનો જથ્થો મળી આવ્યો હતો,ત્યારબાદ નેત્રંગ પોસ્ટ ઓફિસના કર્મચારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવીને તમામ કાગળીયાનો જથ્થો લઇ ગયા હતા,જે રીતે આધાર કાર્ડ,પાન કાર્ડ તેમજ દિવ્યાંગોના કાર્ડ એન ગ્રામ પંચાયતની ટપાલ રઝળતા મળી આવ્યા છે તેનાથી તંત્રની મોટી બેદરકારી બહાર આવતા સ્થાનિક રહીશોમાં રોષ જણાઇ રહ્યો છે, આ બાબતે નેત્રંગ પોસ્ટ વિભાગના જવાબદાર અધિકારીએ જણાવ્યું હતું કે,તમામ ટપાલો એકત્ર કરીને જે-તે સરનામે પહોંચાડી દેવામાં આવશે તેવું જણાવ્યું હતું.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks