(સંવાદદાતા દ્વારા) અમરેલી, તા.૩૧
અમરેલી શહેરમાં અસમાજિક તત્વો, લુખ્ખાગીરી, દબંગગીરી અને રોમીયોગીરી અટકાવવા તેમજ ટ્રાફિક નિવારણ કરવા અને રેગ્યુલર પેટ્રોલીંગ કરવાની ધારદાર રજૂઆત કરતા અમરેલીના યુવા ધારાસભ્ય પરેશ ધાનાણીએ કરતા સ્થાનિક વેપારીઓને ટાઢાસ થઈ છે.
અમરેલી શહેરમાં ટાવરરોડ, કન્યાશાળા નાકા, હરીરોડ, લાયબ્રેરી રોડ આ વિસ્તારમાં અસામાજિક તત્વો, લુખ્ખાગીરી, દબંગગીરી અને રોમીયોગીરી કરતા હોય છે. જેને અટકાવવા અને તેમની સામે કડક પગલાં ભરવા, રેગ્યુલર પેટ્રોલિંગ કરવા જરૂરી છે. આ વિસ્તારોમાં ટ્રાફિક મોટા પ્રમાણમાં થાય છે, જેનાથી લોકોને અવર-જવર કરવામાં ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ભંયકર અકસ્માત સર્જાવવાની દહેશત સેવાય રહી છે, ત્યારે આ વિસ્તારમાં ટ્રાફિકનું નિરાકરણ કરવા અમરેલીના ધારાસભ્ય પરેશ ધાનાણીએ માંગ ઉઠાવી છે. ત્યારે અમરેલીના વેપારીઓમાં ભારે આનંદની લાગણી પ્રસરી જવા પામી છે.