અમરેલી, તા. ૨૫
અમરેલી જિલ્લામાં જુદા-જુદા ગુનાઓમાં સંડોવાયેલ અને નાસ્તા ફરતા બે આરોપીઓને પકડવાની કાર્યવાહીમાં એસ.ઓ.જી.એ ઝડપી પાડ્યા છે.
એસઓજી પીએસઆઇ આર.કે કરમટા તેમજ પીએસઆઇ પીએન મોરી સહિતના સ્ટાફે વોચ ગોઠવી બાતમીના આધારે રાજુલાના પીપાવાવ ખાતે બિલ્ડકોન કંપનીમાં સુપરવાઈઝરને મારમારી તેમજ રોકડ રકમની લૂંટ કરવાના ગુનામાં નાસ્તો ફરતો આરોપી છત્રપાલ કિશોરભાઈ વાળા (ઉવ-૩૦) રહે.છતડીયા તા.રાજુલાને અમરેલી ગાવડકા ચોકડી પાસેથી ઝડપી લીધો હતો. જ્યારે બીજા એક ગુનામાં સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનમાં અપહરણ અને ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપી દેવરાજ ઉર્ફે દેવા મધુ મકવાણા (ઉવ-૨૩) રહે.આયવજ તા.જેસર જિ.ભાવનગર વાળને ઝડપી લીધેલ હતા.
Facebook
0
Twitter
0