અમરેલી જિલ્લા જેલમાં કેદીઓની સુવિધાના નામે મીંડું; તંત્રની બેદરકારીથી ગુંડાગીરી વકરી હોવાનો ધાનાણીનો આક્ષેપ

(સંવાદદાતા દ્વારા) અમરેલી, તા.ર૭
અમરેલીમાં આવેલી જિલ્લા જેલમાં જાણે દિન-પ્રતિદિન વ્યવસ્થા કથળી રહી હોય તેમ અનેક પ્રકારની અસુવિધાઓ છે. બીજી તરફ જેલમાં જાણે સિક્યુરિટી જેવું કશું હોય જ નહીં તેમ વારંવાર જેલની અંદરથી મોબાઈલ સીમકાર્ડ અનેક વખત દારૂની બોટલ પણ મળી આવી છે ત્યારે જેલની સુરક્ષા માટે પોલીસ તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવે તે આવશ્યક છે. આ અંગે અમરેલીના ધારાસભ્ય પરેશ ધાનાણીએ મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે અમરેલી ખાતે આવેલી જિલ્લા સબ જેલમાં જ્યાં ચકલુ પણ ન ફરકી શકે તેવી જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા હોવા છતાં જ્યારે જ્યારે પણ ગાંધીનગરથી ચેકિંગ આવે ત્યારે મોબાઈલ અને સીમકાર્ડ મળી આવે છે. એટલે સુરક્ષા વ્યવસ્થા માત્ર કાગળ પર જ છે. અમુક લુખ્ખાઓએ પોતાની મંડળી બનાવી છે અને રેગીંગ કરવામાં આવે છે. તાજેતરમાં જ એક દલિત યુવાનની જેલમાં સામાન્ય મુદ્દે હત્યા કરવામાં આવી હતી અને આ પહેલાં પણ જેલમાં કેદીઓને બેફામ માર મારવાના બનાવો બનેલા છે. અમરેલી જિલ્લા જેલમાં ર૦૧૪ પછી જેલ સમિતિની બેઠક મળી જ નથી અને આ સમિતિ માત્રને માત્ર કાગળ પર જ ચાલી રહી છે. જેના કારણે નીતિ વિષયક નિર્ણયો લેવાતા નથી. જિલ્લા જેલમાં એક મેડિકલ ઓફિસર તથા એક ફાર્માસિસ્ટનું મહેકમ મંજૂર થયેલું હોવા છતાં ર૦૧રથી હજુ સુધી એક પણ ડોક્ટરની નિમણૂક કરવામાં આવી નથી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks