અમરેલી જિલ્લા મુસ્લિમ યંગ ગ્રુપે વડાપ્રધાનને આવેદન પાઠવ્યું

(સંવાદદાતા દ્વારા) અમરેલી, તા.૧૯
ઈઝરાયેલ દેશના વડા નેતાન્યાહુ ભારતના પ્રવાસે આવ્યા છે ત્યારે જેરૂસલેમ ઉપર જુલમ અને જબરદસ્તી જમીનો હડપ કરી નિર્દોષ લોકોની જાન લેવા બાબતે અમરેલી જિલ્લા મુસ્લિમ યંગ ગ્રુપએે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંબોધી આવેદન પાઠવ્યું છે. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ ઈઝરાયેલ દેશના વડા પેલેસ્ટીનીની નિર્દોષ પ્રજાને મોત અને જેલ આપે છે. ખુલ્લી દાદાગીરી કરી બીજા દેશની જમીનો હડપ કરે છે ત્યારે આવા ખુની લોકોને શાંતિપ્રિય ભારત દેશ કયારેય સ્વીકારતો નથી. અમરેલી જિલ્લાના તમામ મુસ્લિમોએ સખત શબ્દોમાં વખોડી અને ગાંધીચિંધ્યા માર્ગે વિરોધ દર્શાવી રહ્યા છે. ભારત સરકારને અનુરોધ છે કે, આઝાદીથી આજદિન સુધી ઈઝરાયેલ દેશની ક્યારેય મદદ કરી નથી અને હંમેશા પેલેસ્ટીન દેશની મદદ કરી છે ત્યારે ખતરનાક દેશ જે દુનિયાભરમાં વર્ગ વિગ્રહ ફેલાવી નિર્દોષ લોકોને મોતને ઘાટ ઉતારી અન્ય દેશોની જમીનો ઉપર દબાણ કરી હેરાન-પરેશાન કરે છે માટે સમસ્ત મુસ્લિમ યંગ ગ્રુપે ભારત સરકારને આવેદન આપી ઈઝરાયેલ દેશ સાથે કોઈ પણ દેશના સંબંધો ન રાખે એવી માગણી કરી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks