અમરેલી, તા. ર૧
અમરેલી ખાતે સરકાર દ્વારા નવા બાંધકામમાં વપરાતી રેતી ઉપર પ્રતિબંધ લગાવવામાં આવેલ છે જેના હિસાબે અમરેલીમાં કડિયા મજુર પ્લમ્બર અને વેપારી જેવા અનેક લોકોના રોજી રોટી ચાલે છે અને અમરેલીમાં બાંધકામ સિવાય બીજો કોઈ ધંધા કે રોજગાર નથી ત્યારે અમરેલીમાં કોઈ નવા પોલીસ અધિકારી કે કલેકટર આવે કેતુરંત રેતીમાં ચાલતા વાહનો ડીટેઈન કરવામાં આવે છે અને અનેક લોકો રોજી રોટી માટે વલખા મારે છે અને ચોરી અને દારૂના રવાડે ચડે છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને ગુજરાત સરકારને તાત્કાલિક રેતી માટે નવી રોયલ્ટી આપવામાં આવે અથવા રેતી છૂટથી મળતી થાય તેવો નિકાલ કરવા વિનંતી જાવેદખાન પઠાણ દ્વારા રજૂઆત કરવામાં આવી છે.
Facebook
0
Twitter
0