અમરેલી : વેપારી ઉપર બે રાઉન્ડ ફાયરિંગ કરાતાં ખળભળાટ

(સંવાદદાતા દ્વારા)
અમરેલી, તા.૧૬
સાવરકુંડલાના ઓળિયા ગામ નજીક રાજુલાના વેપારીની કાર આડે રાજુલાના જ શખ્સે જીવલેણ હુમલો કરી બે રાઉન્ડ ફાયરિંગ કરતા ચકચાર મચી છે. આ અંગે મળતી વિગતો અનુસાર રાજુલામાં રહેતા મેહુલભાઈ મોહનભાઇ છાપરિયા (ઉ.વ.૪૨)ના ઉપર સાવરકુંડલાના ઓળિયા ગામ નજીક બ્રોન્ઝ કાર આડે નાખી શિવાવાલા ધાખડા અને તેની સાથે આવેલ ત્રણ અજાણ્યા શખ્સોએ આવી ગાડી આડે નાખી જીવલેણ હુમળીઓ કરી કારમાં બેસેલ મેહુલભાઈ તેમજ તેના મિત્રો ઉપર ૨ રાઉન્ડ ફાયરિંગ કરતા ચકચાર મચેલ છે. મેહુલ ભાઈના ભાગીદાર ધીરૂભાઈના ભત્રીજા સાથે શિવાભાઈને અગાઉ માથાકૂટ થયેલ અને તે અંગે ફરિયાદ પણ થયેલ જે અંગેનું મન-દુઃખ રાખી આ હુમલો કર્યો હોવાનું સાવરકુંડલા પોલીસમાં શિવા ધાખડા અને તેની સાથે આવેલ અજાણયા ૩ શખ્સો સામે મેહુલભાઈ મોહનભાઇ છાપરિયાએ ફરિયાદ કરી હતી. ફાયરિંગની ઘટનાથી સમગ્ર જિલ્લામાં ચકચાર મચી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts