અમિતાભ બચ્ચન ફરી કોંગ્રેસમાં જોડાઇ શકે

(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૨
સુપર સ્ટાર અમિતાભ બચ્ચને ટિ્‌વટર પર કોંગ્રેસના નેતાઓને ફોલો કરવાનું શરૂ કરતા એવા સંકેતો મળી રહ્યા છે કે, કેઓ કદાચ ફરી એકવાર કોંગ્રેસમાં જોડાઇ શકે છે. એક વખત તેઓ કોંગ્રેસના નેતાઓ સાથે ઘનિષ્ઠ સંબંધો ધરાવતા હતા પરંતુ બાદમાં તેમણે કોંગ્રેસથી અંતર જાળવ્યું હતું.રાહુલ ગાંધીને ટિ્‌વટર પર ફોલો કર્યા બાદ તેમણે કોંગ્રેસ પાર્ટીના હેન્ડલને પણ ફોલો કર્યું છે આ ઉપરાંત તેઓ પાર્ટીના વરિષ્ઠ નેતાઓ જેવા ચિદમ્મબરમ્‌, કપિલ સિબ્બલ, અહમદ પટેલ, અશોક ગેહલોત, અજય માકન,જ્યોતિરાદિત્ય સિંધિયા, સચિન પાઇલટ અને સીપી જોશીને આ મહિને ફોલો કર્યા છે.અમિતાભ બચ્ચને તાજેતરમાં જ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ જેવા કે, મનિષ તિવારી, શકીર અહમદ, સંજય નિરૂપમ, રણદીપ સૂરજેવાલા, પ્રિયંકા ચતુર્વેદી અને સંજય ઝાને ફોલો કર્યા હતા. અમિતાભ બચ્ચન એક વખતે નહેરૂ-ગાંધી પરિવારની ખુબ જ નજીક હતા અને વડાપ્રધાન રાજીવ ગાંધીના મિત્ર હતા અને હાલ તેઓ ગુજરાતના એમ્બેસેડર છે. અમિતાભના આશરે ૩૩.૧ મિલિયન ફોલોઅર્સ ટિ્‌વટર પર છે અને તેઓ ફક્ત ૧૬૮૯ લોકોને ફોલો કરે છે. તેમના અચાનક કોંગ્રેસ પ્રત્યે પ્રેમને વિપક્ષના કેટલાક નેતાઓએ આશ્ચર્યજનક રીતે લીધંુ છે. અમિતાભ બચ્ચને તાજેતરમાં જ કેટલાક વિપક્ષના નેતાઓ જેવા કે, લાલુપ્રસાદ યાદવ, તેમની પુત્રી મીસા ભારતી, જદયુના નીતિશ કુમાર, સીપીઆઇએમના સીતારામ યેચૂરીને ફોલો કર્યા છે. તેઓ આરજેડીના સત્તાવાર ટિ્‌વટર હેન્ડલ અને ઓમર અબ્દુલ્લાહ તથા એનસીપીના સુપ્રિયા સુલેને પણ ફોલો કરે છે. અમિતાભ આપને નેતાઓ મનિષ સિસોદિયા, ગોપાલ રાય, સંજય સિંહ, કુમાર વિશ્વાસ અને આશિષ ખેતાનને પણ ફોલો કરે છે. મનિષ તિવારીએ તો તેમને ફોલો કરવા બદલ અમિતાભનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે, મને ફોલો કરવા બદલ તમારો આભાર, આ મારૂ બહુમાન છે કે જેના દરેક નવા રિલીઝ થતા શોને હું પ્રથમ દિવસે જોવું છું તેઓ મને ફોલો કરી રહ્યા છે. હું ૭૦ અને ૮૦ના દાયકામાં ચંદીગઢમાં રૂપિયા ત્રણની ટિકિટ લઇને તમારી ફિલ્મો જોતો હતો અને આજે માનવામાં ન આવે તેવું છે. અમિતાભ બચ્ચન ભાજપના કેટલાક નેતઓને પણ ફોલો કરે છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts