(એજન્સી) તા.૧
૨૦૨૦માં પ્રથમ વખત અમેરિકન ડેમોક્રેટીક પાર્ટીના પ્રમુખ પદની ચૂંટણી માટેના પ્રચારમાં એક સત્તાવાર હિંદુ અમેરિકન કોએલિશન નામનું સંગઠન ઊભુ થયું છે. હિંદુ અમેરિકન્સ ફોર બિડેનના વડા મુરાલી બાલાજીએ જણાવ્યું હતું કે તેમના સંગઠનની રચનાનો હેતુ ડેમોક્રેટીક પાર્ટી દ્વારા સ્વીકૃતિ અને માન્યતા પ્રાપ્ત કરવાનો છે કે તમે આ પ્રકારના કોએલિશનની ઉપેક્ષા કરી શકો નહીં. ઇન્ડિયન અમેરિકન ફોર બીડેન અને એશિયન અમેરિકન પેસિફિક આઇલેન્ડર (એએપીઆઇ) આઉટ રીચની સાથે સાથે હિંદુ અમેરિકન ફોર બીડેન સતત બદલાતા પ્રચાર વર્ગીકરણની લાંબી કતારમાં આવીને ઊભુ છે જે સમુદાયમાં ઓળખ પર ચૂંટણી લડાતી હોઇ એ વાતનું પ્રતિબિંબ પાડે છે. હિંદુ અમેરિકન ઓળખની તાકિદની જરૂર ઊભી થઇ છે કારણ કે વધુને વધુ હિંદુઓ ભારતીય ઉપખંડની બહાર પોતાની હિંદુ તરીકેની ઓળખ પ્રસ્થાપિત કરી રહ્યાં છે. બાલાજીના જણાવ્યાં અનુસાર મારે ભારતીય સાથે વધુ જોડાણ નથી, પરંતુ દેશ કરતાં મારા ધર્મની ઓળખ વધુ મજબૂત છે. ડીએનસીના પૂર્વ સીઇઓ સીમા નંદાના જણાવ્યાં પ્રમાણે ઉપપ્રમુખ બીડેન અને સેનેટર હેરીસ જુદી જુદી ઓળખના સ્તરે પોતાની પહોંચ બનાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે. કેટલાક માટે તે ઇન્ડિયન અમેરિકન છે, મારા માટે કહું તો હું હિંદુ છું પરંતુ ઇન્ડિયન અમેરિકન તરીકે હું મારી જાતને વધુ ઓળખાવું છુ. જો કે પ્રગતીશિલ લોકો આ શબ્દને ભારતના હિંદુત્વ સાથે સાંકળે છે. આ એક બોગસ કેટેગરી છે. આપણે ત્યાં તેલુગુ સમુદાય જેવા પ્રાદેશિક ભાષાના સંગઠનો હતા. આ મુસ્લિમ વિરોધી હિંદુ પ્લેટફોર્મ છે તે નકારાત્મક બાબત છે અને પોઝિટિવ બાબત બિલકુલ નથી એવું કર્મા ફોર બ્રાઉન ફોક પુસ્તકના લેખક વિજય પ્રસાદ જણાવે છે. અમેરિકન ફોર હિંદુઝના સંસ્થાપક રોમેશ જાફરા જણાવે છે કે અમારૂં સંગઠન માત્ર ભારતના લોકો માટે જ નથી, પરંતુ બાંગ્લાદેશ, પાકિસ્તાન અને શ્રીલંકાના લઘુમતીઓ માટે પણ છે. ઇન્ડિયન અમેરિકન્સમાં ઇસ્લામવાદીઓની ઘૂસણખોરી થઇ હતી અને તેથી બધી અરાજકતા ઊભી થઇ છે, પરંતુ અમે જો અમારી હિંદુ તરીકેની ઓળખ જાળવી રાખીએ તો તેઓ તેમાં ઘૂસણખોરી કરશે નહીં.