
(એજન્સી) તા.ર૮
૧૮ એપ્રિલના રોજ ન્યુ યોર્કની કોલંબિયા યુનિવર્સિટીમાં ૧૦૦થી વધુ ધરપકડો પછી યુએસ યુનિવર્સિટીઓમાં ગાઝા પટ્ટીમાં ઇઝરાયેલ-હમાસ યુદ્ધ સામે વિરોધ પ્રદર્શન વધુ તીવ્ર બન્યા છે.
અગ્રણી યુએસ યુનિવર્સિટીઓમાં વધી રહેલા પેલેસ્ટીન તરફી વિરોધ વચ્ચે એક વીડિયોમાં એટલાન્ટાની એમોરી યુનિવર્સિટીમાં વિરોધ દરમિયાન એક મહિલા પ્રોફેસરને જમીન પર પછાડી દેવામાં આવી હતી અને પછી પોલીસ અધિકારીઓ દ્વારા તેને હાથકડી પહેરાવવામાં આવી હતી.
ઝ્રદ્ગદ્ગ દ્વારા રેકોર્ડ કરાયેલા વીડિયોમાં એક વિદ્યાર્થીને પકડી રાખનાર પોલીસ અધિકારીઓ પાસે જઈને અર્થશાસ્ત્રના પ્રોફેસર, કેરોલિન ફોહલિન પૂછે છે કે, “ઓહ માય ગોડ તમે શું કરી રહ્યા છો ?” ફોહલિને અધિકારીઓને વિદ્યાર્થીને છોડી દેવાની વિનંતી કરી અને નજીક ઝુક્યા પરંતુ તેમને અથવા કોઈપણ અધિકારીઓને સ્પર્શ કર્યો નહીં.
આ દરમિયાન અધિકારીએ તેમના વિરોધ છતાં તેમને દૂર ધકેલી દીધા અને બળપૂર્વક જમીન પર પટકી દીધા. આમ થવાથી ફોહલીને ચીસો પાડી કે, “મારૂં માથું કોંક્રિટ સાથે અથડાયું છે.”
અન્ય અધિકારીએ બીજા અધિકારીને તેમને જમીનમાં ધકેલવામાં મદદ કરી, તેમના હાથને પીઠ પાછળ બાંધીને ઝીપ લગાવી દીધી.
જ્યારે તેઓએ તેમને હાથકડી પહેરાવી, ત્યારે ફોહલીને વારંવાર તેમને કહ્યું કે, “હું પ્રોફેસર છું.”
૧૮ એપ્રિલના રોજ ન્યુ યોર્કની કોલંબિયા યુનિવર્સિટીમાં ૧૦૦થી વધુ ધરપકડો પછી યુએસ યુનિવર્સિટીઓમાં ગાઝા પટ્ટીમાં ઇઝરાયેલ-હમાસ યુદ્ધ સામે વિરોધ પ્રદર્શન વધુ તીવ્ર બન્યા છે.
દેશભરની યુનિવર્સિટીઓમાં છાવણીઓમાં વધારો થયો છે. કારણ કે, પેલેસ્ટીન તરફી વિદ્યાર્થીઓએ તેમની સંસ્થાઓને ઈઝરાયેલ સાથે જોડાયેલી કંપનીઓમાંથી અલગ કરવાની માંગ કરી છે. ઑક્ટોબર ૭, ૨૦૨૩થી ઇઝરાયેલી દળો ગાઝા પર વિનાશક યુદ્ધ ચલાવી રહ્યા છે. જેમાં ૩૪,૦૦૦થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે અને ૭૭,૦૦૦ ઘાયલ થયા છે. જેના કારણે વ્યાપક માળખાકીય વિનાશ અને અભૂતપૂર્વ માનવતાવાદી આપત્તિ થઈ છે. ૈંઝ્રત્ન દ્વારા જારી કરવામાં આવેલા કામચલાઉ પગલાં તેમજ યુએન સિક્યુરિટી કાઉન્સિલ (ેંદ્ગજીઝ્ર) દ્વારા બાદમાં તાત્કાલિક યુદ્ધવિરામનો ઠરાવ જારી કરવા છતાં પણ ઇઝરાયેલે યુદ્ધ ચાલુ રાખ્યું છે.