અમેરિકા દ્વારા ઈરાન પરના મૂકાયેલા પ્રતિબંધો નિરર્થક પુરવાર થશે : રશિયા

 

(એજન્સી) તા.ર૧
રશિયાના વિદેશમંત્રી સરજેઈ લાવરોવે શુક્રવારે યુએસ દ્વારા ઈરાનનું રાક્ષસીકરણ કરવા અંગે યુએસની ટીકા કરી હતી અને ભારપૂર્વક કહ્યું હતું કે યુએસના ઈરાન ઉપરના પ્રતિબંધો કામ કરશે નહીં. સ્પુટનિક સાથેના એક લાંબા ઈન્ટરવ્યુમાં લાવરોવે સંકેત આપ્યા હતા કે ઈરાન સાથે સમસ્યા એ છે કે યુએસ સત્તાવાળાઓએ ઈરાનનું રાક્ષસીકરણ કર્યું છે અને આ ક્ષેત્રમાં ઈરાનને મુખ્ય સમસ્યા તરીકે લેબલ આપ્યું છે. તેમણે એ સ્પષ્ટતા પણ કરી કે ઈરાન પર સ્થાનિક દેશોની આંતરિક બાબતોમાં દખલ આપવાનો આરોપ મૂકાયો છે અને યુ.એસ. અનિવાર્યપણે મધ્ય-પૂર્વ અને ઉત્તરી આફ્રિકાની સમસ્યાઓના સંપૂર્ણ સંવાદને ઈરાન વિરોધી ટ્રેક પર સેટ કરવાનો પ્રયસ કરે છે. પ્રાથમિક રીતે તે વ્યર્થ છે. સમસ્યાઓનો વિશ્વસનીય અને ટકાઉ ઉકેલ ફકત તેમાં સામેલ તમામ પક્ષકારો વચ્ચેના કરાર દ્વારા જ શકય છે. યુએસ નીતિનો સંપૂર્ણ વર્તમાન તર્ક ઈરાનને તમામ નિયંત્રણો અને સજાના પ્રયત્નોનું કેન્દ્ર બનાવવા પર નિર્ધારિત છે. શાસન પરિવર્તનને એકમાત્ર વસ્તુ તરીકે રજૂ કરવામાં આવી છે જેની દ્વારા આખું ક્ષેત્ર સ્વતંત્રતાનો શ્વાસ લઈ શકશે. આ ટોચના રશિયન રાજદ્વારીએ ભારપૂર્વક કહ્યું કે તે પ્રતિબંધો જેનો ઉપયોગ ઈરાનનું ગળું દબાવવામાં કરાઈ રહ્યું છે તે અગાઉ પણ સફળ થયા ન હતા અને અત્યારે પણ નહીં થાય. ઈરાને તેની સંવાદ માટેની તૈયારી અસંખ્ય પ્રસંગોએ વ્યક્ત કરી છે અને તે આજે પણ તૈયાર છે. તેમણે વધુમાં કહ્યું કે અમે ઈરાન પરમાણુ મુદ્દાને સ્થિર કરવા માટે સંયુક્ત વ્યાપક કાર્ય યોજના (જેસીપોએ) સાથે ઊભા છે જેને યુએનએસસી દ્વારા ર૦૧પમાં માન્યતા પણ મળી ચૂકી છે. પણ યુએસ હવે તેનો વિનાશ કરવા માંગે છે. જેનું કેન્દ્રબિંદુ ઈરાનનું રાક્ષસીકરણ છે તેમ લાવરોવે કહ્યું.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks