અયોધ્યામાં રામમંદિરનું સત્વરે નિર્માણ કરવાના સોગંદ લેતાં યુપીના ડીજીનો વીડિયો વાયરલ થયો

(એજન્સી) લખનૌ, તા.ર
યુપીના એક આઈપીએસ અધિકારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેમાં એ રામ મંદિર નિર્માણ માટે સોગંદ લેતાં દેખાઈ રહ્યા છે. વીડિયોમાં લખનૌ યુનિ.માં આયોજિત એક કાર્યક્રમનો છે. વીડિયોમાં ડી.જી.હોમગાર્ડના હોદ્દા ઉપર નિમણૂક પામેલ આઈપીએસ અધિકારી સૂર્યકુમાર શુકલા છે. થોડા દિવસો પહેલાં લખનૌ યુનિ. મુસ્લિમ કારસેવક મંચ દ્વારા આયોજીત અખિલ ભારતીય સમગ્ર વિચાર પૃષ્ઠ કાર્યક્રમમાં અમુક લોકો રામમંદિર નિર્માણ માટે સોગંદ લઈ રહ્યા હતા. એમાં આઈપીએસ અધિકારી સૂર્યકુમાર શુક્લા ઉપરાંત મુસ્લિમ કારસેવક મંચના અધ્યક્ષ આઝમખાન અને અન્ય લોકો હાજર હતા. સૂર્યકુમાર શુકલા યુપી કેડરની ૧૯૮ર બેંચના આઈપીએસ અધિકારી છે અને હાલમાં ડીજી હોમગાર્ડના હોદ્દા ઉપર છે. ડીજી સ્તરના અધિકારીના આ કૃત્ય બદલ એમની ઉપર સાંપ્રદાયિકતાને પ્રોત્સાહન આપવાના આક્ષેપો મૂકાઈ રહ્યા છે. પ્રશ્ન ઉદ્દભવે છે કે, જ્યારે વરિષ્ઠ હોદ્દાઓ પર નિમાયેલ અધિકારીઓ જ આ પ્રકારનો ધાર્મિક ઉન્માદ ફેલાવશે અને સુપ્રીમકોર્ટના આદેશોની અવગણના કરશે તો પ્રદેશમાં શાંતિ વ્યવસ્થા કેવી રીતે ટકી રહેશે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks