મોડાસા, તા.ર૦
અરવલ્લી જિલ્લા પંચાયત સહિત જિલ્લાની ૬ તાલુકા પંચાયતની આજે યોજાયેલ ચૂંટણીમાં મોડાસા, ધનસુરા,ભિલોડા,માલપુર તાલુકા પંચાયતમાં કોંગ્રેસનો દબદબો જોવા મળ્યો હતો. મેઘરજ અને બાયડ તાલુકા પંચાયતમાં બીજેપીએ સત્તાનું સુકાન સંભાળ્યું હતું. બાયડ તાલુકા પંચાયતમાં કોંગ્રેસની બહુમતી હોવા છતાં બળવાખોર કોંગ્રેસના સદશ્યોના સહારે બીજેપીએ સત્તા મેળવવામાં સફળ રહેતા બીજેપીના કાર્યકરોમાં આનંદ છવાયો હતો કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરોમાં સોપો પડી ગયો હતો મેઘરજ તાલુકા પંચાયતમાં કોંગ્રેસના બળવાખોર મહિલા ઉમેદવાર ભાજપ માંથી પ્રમુખ તરીકે ચૂંટાયા હતા માલપુર તાલુકા પંચાયતમાં ભાજપ-કોંગ્રેસના સદસ્યો વચ્ચે કોંગ્રેસના ટેકાથી અપક્ષ વિજેતા બનતા માલપુર તાલુકા પંચાયતમાં સત્તા ટકાવવામાં સફળ રહી હતી
મોડાસા તાલુકા પંચાયતમાં કોંગ્રેસના પ્રમુખ ભાવનાબેન પટેલ અને ઉપપ્રમુખ તરીકે શંકરભાઇ રબારી,ધનસુરા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે કનુભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે આબેદાબેન કલાલ,ભિલોડા તાલુકા પંચાયતમાં પ્રમુખ તરીકે દોલજીભાઈ કોટડ અને ઉપપ્રમુખ તરીકે કનકબા જાડેજા વિજેતા જાહેર થયા હતા માલપુર તાલુકા પંચાયતમાં કોંગ્રેસ અને ભાજપે અપક્ષને પ્રમુખ તરીકે ફોર્મ ભરાવતા બંને અપક્ષોએ ઉમેદવારી કરતા કોંગ્રેસના સમર્થન થી પ્રમુખ તરીકે અપક્ષ રીટાબેન પટેલ અને ઉપપ્રમુખ તરીકે કોંગ્રેસના જશીબેન કટારા બહુમતી થી ચૂંટાયા હતા બાયડ તાલુકા પંચાયતમાં પ્રમુખની ચૂંટણીમાં ઉથલપાથલ થવાની સંભાવના સાથે આજે યોજાયેલ ચૂંટણીમાં તાલુકા પંચાયત પ્રમુખ તરીકે કોંગ્રેસના ૭ સભ્યોના ટેકાથી ભાજપના અલ્પેશ પટેલ અને કોંગ્રેસમાંથી બીજેપીમાં પક્ષ પલટો કરનાર રાધાબેન ચૌહાણ ચૂંટાઈ આવતા કોંગ્રેસના કબ્જામાં રહેલી તાલુકા પંચાયત આંચકી લેવામાં સફળતા મળી હતી મેઘરજ તાલુકા પંચાયતમાં કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરનાર બળવાખોર સુરતાબેન ડામોર અને ઉપપ્રમુખ તરીકે ભાજપના સોમાભાઈ પગી ચૂંટાયા હતા.