અરવિંદ કેજરીવાલની કસ્ટડીમાં ૪ દિવસનો વધારો

એક અઠવાડિયાના રિમાન્ડ પછી ગુરૂવારે કોર્ટમાં હાજર થયેલા કેજરીવાલના રિમાન્ડમાં વધારો કરાયો, કેજરીવાલે પોતે જ દલીલો કરી, ‘હું આરોપી પણ નથી અને દોષિત પણ નથી, આ કૌભાંડ ભાજપનું છે’

(એજન્સી)
નવી દિલ્હી, તા.૨૮
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને કથિત દારૂ નીતિ કૌભાંડમાં ભ્રષ્ટાચારના આરોપસર વધુ ચાર દિવસ જેલમાં રહેવું પડશે કારણ કે, કોર્ટ દ્વારા ઇડીને ફરી એકવાર ચાર દિવસની કસ્ટડી આપી છે. આગામી સુનાવણી હવે ૧ એપ્રિલે થશે. દિલ્હી હાઇકોર્ટે દરમિયાનગીરી કરવાનો ઇન્કાર કર્યા બાદ આ મહિનાની શરૂઆતમાં અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી હતી. કલાકો બાદ ઇડીના અધિકારીઓએ આમ આદમી પાર્ટીના નેતાના નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા અને તેમને કસ્ટડીમાં લીધા હતા. તેમણે રાહત માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી પરંતુ ઝડપથી અરજી પાછી ખેંચી લીધી હતી. તેમની કાનૂની ટીમે દલીલ કરી હતી કે, દાખલો દિલ્હીના મુખ્યપ્રધાન સામે હતો. ત્યારબાદ કેજરીવાલને એક સપ્તાહ માટે ઇડી કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા જે કસ્ટડીનો સમયગાળો ગુરૂવારે પૂરો થયો હતો.
અરવિંદ કેજરીવાલે તે દરમિયાન તેમની ધરપકડ સામે દિલ્હી હાઇકોર્ટમાં પણ અરજી કરી છે અને દલીલ કરી છે કે, તપાસ એજન્સીએ જે રીતે કાર્ય કર્યું તે તેમના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરે છે. કોર્ટે તાત્કાલિક કાર્યવાહી કરવાનો ઇન્કાર કર્યો હતો અને તેના બદલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને નોટિસ જારી કરીને ૨ એપ્રિલ સુધીમાં જવાબ માંગ્યો હતો. દિલ્હી હાઇકોર્ટની સુનાવણી ૩ એપ્રિલ સુધી મોકૂફ રાખી છે. કોર્ટે તેમની ધરપકડને ટાંકીને કેજરીવાલને મુખ્યમંત્રી પદેથી હટાવવાની માંગ કરતી જાહેરહિતની અરજી અથવા પીઆઈએલને પણ ફગાવી દીધી હતી. કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ મનમોહનની આગેવાની હેઠળની બેન્ચે આ મુદ્દાની યોગ્યતાઓ પર ટિપ્પણી કરવાનો ઇન્કાર કર્યો હતો જેમાં કહેવાયું કે તે ન્યાયિક હસ્તક્ષેપના દાયરાની બહાર છે. અગાઉ ગુરૂવારે કેજરીવાલને કોર્ટને સીધું સંબોધન કરવાની પરવાનગી આપવામાં આવી હતી. તેમણે સંક્ષિપ્ત પરંતુ ભાવુક ભાષણ કર્યું જેમાં તેમણે તપાસ એજન્સી પર તેમના પક્ષને ‘કચડવાનો’ પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે ધ્યાન દોર્યું કે, આપ પર જે રૂા.૧૦૦ કરોડનો આરોપ લગાવવામાં આવ્યો છે તે લાંચનો કોઈ હિસ્સો તેમની ધરપકડ સુધી પણ વસૂલવામાં આવ્યો નથી. તેણે એમ પણ કહ્યું કે, કોઈ કોર્ટે તેમને દોષિત ઠેરવ્યો નથી. કેજરીવાલે કોર્ટને પૂછ્યું કે, ‘મારી ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ કોઈ અદાલતે મને દોષિત સાબિત કર્યો નથી. સીબીઆઇએ ૩૧,૦૦૦ પાનાની ચાર્જશીટ અને ઇડીએ ૨૫,૦૦૦ પાનાની ચાર્જશીટ ફાઈલ કરી છે. જો તમે તેને એકસાથે વાંચો તો પણ પ્રશ્ન રહે છે. શા માટે મારી ધરપકડ કરવામાં આવી ?’

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts