અરવિંદ કેજરીવાલ બાબતે વિદેશી મીડિયાનું મંતવ્ય; “એક અર્થહીન વ્યક્તિ”

(એજન્સી) નવી દિલ્હી, તા.રર
શું કોઈ પક્ષ ફક્ત એક જ મુદ્દો આગળ ધરીને સત્તા મેળવી શકે છે. એક અર્થહીન શીર્ષક હેઠળ બનેલ ડોક્યુમેન્ટ્રીમાં એનો જવાબ ‘હા’માં અપાયેલ છે. આ ડોક્યુમેન્ટરી શુકલા અને ખુશ્બુ રાંકાએ બનાવી છે. પણ શું એક વિરોધો કરતો પક્ષ એક વખત સત્તામાં આવ્યા પછી કંઈક વિશેષ કરી શકે છે ? આનો જવાબ ખૂબ જ ગૂંચવાયેલ છે જેથી ફિલ્મમાં પણ અપાયો નથી. અમેરિકામાં ‘એન ઈન્સિનીફિકેટ મેન’ પ્રદર્શિત કરાઈ છે જે ભ્રષ્ટાચારનો વિરોધ કરતા પક્ષ આમ આદમી પાર્ટી અથવા આપ અને એના નેતા અરવિંદ કેજરીવાલની પૃષ્ઠભૂમિ લઈને બનાવાઈ છે. રાંકાએ જણાવ્યું કે આ પક્ષના લોકોને કોઈ પણ પ્રકારનો રાજકીય અનુભવ ન હતો તેમ છતાંય એમણે ર૦૧૩માં કોંગ્રેસને સત્તા ઉપરથી ફેંક્યું હતું. ડોક્યુમેન્ટરીનું શીર્ષક કેજરીવાલના બહારના દરજ્જાને દર્શાવે છે. રાજકારણમાં આવતા પહેલા એ નવી દિલ્હીના આવકવેરા વિભાગમાં જોઈન્ટ કમિશ્નર હતા. એ પછી પક્ષાપક્ષીના રાજકારણમાં ઝંપલાવ્યું હતું. અર્થહીનનો ખ્યાલ વર્તમાન રાજકારણમાં ઘણી વખત જણાવવામાં આવે છે. જે લોકો દાવો કરે છે કે એ સિસ્ટમના બહારથી આવે છે એ લોકો એમની જાતને ખૂબ જ મહત્ત્વપૂર્ણ વ્યક્તિ સાબિત કરી શકશે જેમ કે ટ્રમ્પ અને બેર્ની સેન્ડર્સ. એક અર્થમાં કેજરીવાલ ખૂબ જ મહત્ત્વપૂર્ણ વ્યક્તિ છે.એ દિલ્હીના મુખ્યમંત્રી છે. એમણે ર૦૧૩ના વર્ષમાં શોધી કાઢ્યું કે કોઈ એક એવો મુદ્દો હોવો જોઈએ જે સમગ્ર દેશને અસર કરતો હોય જેનાથી દેશમાં રાજકીય ચળવળ ઊભી કરી શકાય. હજુ સુધી કેજરીવાલનો પક્ષ એક વ્યક્તિ દ્વારા જ ચલાવાતા શોની જેમ છે, આ વાત ડોક્યુમેન્ટરીમાં પણ દર્શાવાઈ છે. ર૦૧પના વર્ષમાં કેજરીવાલ વધુ મજબૂત થયા હતા અને બૌદ્ધિકોને પણ પોતાના પક્ષમાં આકર્ષવા સફળ થયા હતા. પણ પ્રત્યેક પસાર થતા દિવસોમાં આપ પક્ષ પણ ભારતના અન્ય રાજકીય પક્ષોની જેમ થઈ ગયું છે. અર્થાત અન્ય પક્ષોની જેમ સમગ્ર સત્તા ફક્ત એક જ વ્યક્તિ પાસે હોવી, વિરોધીઓની વાત ભલે સાચી હોય પણ એને નહીં માનવી. જેમાં આંતરિક વિરોધ પણ સામેલ છે. જેના લીધે જ એ રાષ્ટ્રીય સ્તરનો પક્ષ નહીં બની શક્યા. કેજરીવાલ અન્યો સાથે સત્તા વહેંચણી માટે પણ મુશ્કેલીઓ અનુભવે છે. એક બીજી વાત છે જે આપને મુંઝવે છે. એમની ઉપર ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન અને પ્રચારની છાપ છે અને કોંગ્રેસ ઉપર ભ્રષ્ટાચારના ઘણા બધા આક્ષેપો હતા જેથી એ પક્ષને સહેલાઈથી પડકારી શક્યા હતા પણ મોદીના શાસનમાં ભ્રષ્ટાચારના આક્ષેપો થયા નથી. જેના લીધે પક્ષ પોતાના એક જ મુદ્દાને આગળ વધારવામાં મુશ્કેલી અનુભવે છે. જો મોદીના બદલે કોંગ્રેસ આવે તો કેજરીવાલ ફરીથી ભ્રષ્ટાચારનો મુદ્દો ચગાવે પણ મોદીની સત્તા જાય એવું દેખાતું નથી. હાલની ગુજરાતની ચૂંટણીઓથી એ સાબિત થઈ રહ્યું છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks