અલ્હાબાદ હાઈકોર્ટે મથુરા કૃષ્ણ જન્મભૂમિ-શાહી ઈદગાહ વિવાદની સુનાવણી સ્થગિત કરી

સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર મથુરા જિલ્લા અદાલતમાં મધ્યસ્થતાની પ્રક્રિયા ચાલુ હોવાથી બંને પક્ષોની સંયુક્ત વિનંતી પર સુનાવણી ૨૫ ઓગસ્ટ સુધી ટાળવામાં આવી

(એજન્સી) પ્રયાગરાજ (અલ્હાબાદ), તા.૧૮
અલ્હાબાદ હાઈકોર્ટે શુક્રવારે (૧૭ જુલાઈ) એક મોટો નિર્ણય લેતા મથુરાના સંવેદનશીલ શ્રીકૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઈદગાહ મસ્જિદ વિવાદની સુનાવણી આગામી ૨૫ ઓગસ્ટ સુધી સ્થગિત કરી દીધી છે. સુપ્રીમ કોર્ટના નિર્દેશો અનુસાર મથુરાની જિલ્લા અદાલતમાં હાલમાં ચાલી રહેલી મધ્યસ્થતા (Mediation)ની પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને બંને પક્ષો દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવેલી વિનંતી બાદ અદાલતે આ નિર્ણય લીધો છે. આ મામલે સુનાવણી કરતા જસ્ટિસ અવનિશ સક્સેનાએ નોંધ્યું હતું કે, “બંને પક્ષો દ્વારા સંયુક્ત રીતે રજૂઆત કરવામાં આવી છે કે માનનીય સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ મથુરા જિલ્લા અદાલતમાં મધ્યસ્થતાની કાર્યવાહી ચાલી રહી છે. સર્વોચ્ચ અદાલત દ્વારા લોક અદાલત માટે આગામી તારીખ ૨૧ ઓગસ્ટથી ૨૩ ઓગસ્ટ, ૨૦૨૬ નક્કી કરવામાં આવી છે. આ સંજોગોમાં વિનંતીને ગ્રાહ્ય રાખીને કેસની સુનાવણી સ્થગિત કરવામાં આવે છે.”જાહેરમાં શાંતિ જાળવવા માટે નવી અરજી :સુનાવણી દરમિયાન, હિન્દુ પક્ષ (વાદી) પૈકીના એક સભ્ય દ્વારા કોર્ટમાં એક નવી અરજી દાખલ કરવામાં આવી હતી. આ અરજીમાં રાજ્ય સરકાર અને સ્થાનિક વહીવટી તંત્રને એવી કડક સૂચના આપવાની માંગ કરવામાં આવી છે કે, વિવાદિત મિલકત (suit property)ના પરિસરમાં કોઈ પણ વ્યક્તિ કે જૂથને સભાઓ, ’કારસેવા’ અથવા અન્ય કોઈ પણ એવા કાર્યક્રમો કરવા માટે પ્રવેશવા ન દેવામાં આવે જેનાથી જાહેર શાંતિ ડહોળાય. હાઈકોર્ટે આ અરજી અંગે અન્ય પક્ષકારોને જો કોઈ વાંધો હોય તો તે ફાઈલ કરવા માટે નિર્દેશ આપ્યો છે.સમગ્ર વિવાદ શું છે ?હિન્દુ પક્ષ દ્વારા આ જમીનનો કબજો મેળવવા, શાહી ઈદગાહ મસ્જિદનું માળખું હટાવવા, ત્યાં મંદિરનું પુનઃનિર્માણ કરવા અને કાયમી મનાઈહુકમ (permanent injunction) મેળવવાની માંગ સાથે કુલ ૧૮ અલગ-અલગ અરજીઓ દાખલ કરવામાં આવી છે. આ સમગ્ર વિવાદ મુઘલ કાળની શાહી ઈદગાહ મસ્જિદની આસપાસ કેન્દ્રિત છે, જેનું નિર્માણ મુઘલ શાસક ઔરંગઝેબના શાસનકાળ દરમિયાન થયું હતું. અરજીકર્તાઓનો દાવો છે કે આ મસ્જિદ ભગવાન શ્રીકૃષ્ણના જન્મસ્થળ પર બનેલા પ્રાચીન મંદિરને તોડીને તેની ઉપર ગેરકાયદેસર રીતે બનાવવામાં આવી હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks