પ્રભાવી વ્યક્તિત્વ – મુહમ્મદ સઈદ શેખ
અબ્દુલ અઝીઝ ઇબ્ને મુહમ્મદ અલ કાહિરી અલ વફાઈ ૧૫મી સદીના ખગોળશાસ્ત્રી હતા. ક્યારેક એ ઇબ્ને અલ અક્બાઈ તરીકે પણ ઓળખાય છે.
જીવન અને શિક્ષણ : અબ્દુલ અઝીઝ અલ વફાઈનો જન્મ હિસ.૮ ૧૧/ઈસ.૧૪૦૮માં ઈજિપ્તમાં થયો હતો. એમનું અવસાન હિસ.૮૭૬ /૧૪૭૧માં થયું હતું. અલ વફાઈએ ઇબ્ને માજીદી અને નુરૂદ્દીન અલ નક્કાશ પાસેથી શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. કૈરોની મુઐયદ મસ્જિદમાં ટાઈમ કીપર તરીકે કાર્ય કર્યું હતું. એમણે વિશ્વ પ્રસિદ્ધ અલ અઝહર મસ્જિદ અને મરિદાની મસ્જિદમાં પણ ટાઈમ કીપર તરીકે કાર્ય કર્યું હતું. તેમને સ્થાનિક મસ્જિદોના અક્ષાંશ અને રેખાંશના આધારે સમય ગણતરી કરવાનો શોખ હતો.
કાર્ય અને પ્રદાન : અલ વફાઈએ ‘દાયરા અલ મુઅદ્દલ’ નામક ખગોળીય સાધનની શોધ કરી હતી. એમણે ગણિત અને ખગોળશાસ્ત્રમાં ૪૦ પુસ્તકો અને ૨૦ પ્રબંધ ગ્રંથોની રચના કરી હતી. જો કે એમાંથી કાંઈપણ પ્રકાશિત થયું નથી (માત્ર હસ્તપ્રતો જ છે). એમની હસ્તપ્રતોમાંથી એક ‘રિસાલા અલ અમલ બી અલ રૂબલ અલ મુઐયબ’ પણ છે.
સંદર્ભ : ૧) http://www.eternalegypt.org/EternalEgyptWebsiteWeb/HomeServlet?ee_website_action_ key=action.display.element&story_id=& module_id=&language_id=3 &element_id=1678&ee_ messages=0001.flashrequired.text