અસદુદ્દીન ઓવૈસીની ટીપ્પણી બાદ સેનાનો જવાબ : અમે શહીદોને કોમી રંગ નથી આપતા

(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૪
શહીદો પર રાજનીતિ કરનારને સેનાએ આકરો જવાબ વાળ્યો છે. અસાદુદ્દીન ઓવૈસી શહીદો પરની ટીપ્પણી બાદ તેમને જવાબ આપતાં સેનાએ કહ્યું કે અમે શહીદોનો ધર્મ સાથે જોડતા નથી, શહીદોનો કોઈ ધર્મ હોતો નથી. સેનાના ઉત્તરી કમાનના કમાન્ડર જનરલ દેવરાજ અનબુએ ઓવૈસીનું નામ લીધા વગર કહ્યું કે અમે શહાદતને કોમી રંગ નથી આપતાં. તેમણે સ્પષ્ટ કહ્યું કે જેઓ સૈનાની કાર્યશૈલી નથી જાણતા તેઓ જ આવું પ્રકારની ટીપ્પણી કરે છે. ઓવૈસીએ એવી ટીપ્પણી કરી હતી કે સૂંજવાનમાં સાતમાથી પાંચ શહોદો કાશ્મીરી મુસલમાન છે. ઓવૈસીએ કહ્યું હતું કે જેઓ મુસલમાનોને પાકિસ્તાની સમજે છે તેમણે તેમાંથી બોધપાઠ લેવો જોઈએ. જનરલ દેવરાજે ઓવૈસીને જવાબ આપતાં કહ્યું કે દુશ્મન હતોત્સાહિત છે. દુશ્મન જ્યારે સરહદે નિષ્ફળ નીવડે છે ત્યારે છાવણી પર હુમલો કરે છે. જે કોઈ પણ દેશની વિરૂદ્ધમાં છે તે આતંકવાદી છે અને અમે તેની સાથે કડક હાથે કામ લઈશું. દેવરાજે કહ્યું કે જમ્મુ કાશ્મીરમાં બાદામી બાગ કેન્ટની સાથે ઉધમપુર પણ એક ધર્મસ્થળ છે. મારા ઘર નજીક પણ એક ધર્મસ્થળ છે જેમાં તમામ પંથના પ્રતિક છે. જે લોકોને લશ્કરના કામની ખબર હોતી નથી તેઓ જ આવા બયાન આપે છે. શોપિયા ગોળીબાર અંગે તેમણે કહ્યું કે તેઓ નોર્ધન કમાન્ડની આગેવાની કરી રહ્યાં છે. મેજર આદિત્ય અંગે તેમણે કહ્યું કે તેનાથી જવાબોનુ મનોબળ તૂટી રહ્યું છે. આતંકમાં સામેલ થઈ રહેલા યુવાનો પર ચિંતા વ્યક્ત કરતાં તેમણે કહ્યું કે નિશ્ચિત રીતે આ એક ચિંતાનો વિષય છે. આપણે તેની પર ધ્યાન આપવાની જરૂર છે. દેવરાજે કહ્યું કે વધી રહેલી આતંકવાદી ઘટનાઓ માટે સોશિયલ મીડિયા પર એટલું જ જવાબદાર છે. અહી મોટે પાયે યુવાનોને આકર્ષિત કરવામાં આવી રહ્યાં છે. મને લાગે છે કે હવે આપણે આ મુદ્દે ધ્યાન દેવાની જરૂર છે. જનરલ દેવરાજે કહ્યું આતંકવાદી સંગઠન હિજબુલ, લશ્કર, જૈશમાં કોઈ ફર્ક નથી. તેઓ એકબીજા સંગઠનમાં આવતાં જતા રહે છે. જે કોઈ પણ દેશની સામે હથિયાર ઉઠાવશે તે આતંકવાદી છે અને લશ્કર તેની સામે કડક હાથે કામ લેશે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts