અસલ ડર મેં અનુભવ્યો છે : મો.શમી

પુનરાગમન માટે મો.શમીએ બે મહિના સુધી બિરયાની ખાધી નહીં, સવારે ૬ વાગ્યે ગ્રાઉન્ડ પર પહોંચી જતો હતો

કોલકાતા, તા.૨૨
બંગાળના બોલિંગ કોચ શિબ શંકર પોલે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે, મો.શમીએ ભારતીય ટીમમાં પુનરાગમન માટે કેવી મહેનત કરી છે. તેમણે કહ્યું કે, શમી પુનરાગમન માટે એટલો આતુર હતો કે, તે ટીમના આવતા પહેલા ૬ વાગ્યે જ ગ્રાઉન્ડ પર ટ્રેનિંગ માટે પહોંચી જતો હતો. શમીને ઇજામાંથી સ્વસ્થ થતાં સમય લાગ્યો પણ તેની અંદરની ભૂખને મેં જોઈ છે. શમી મેચ સમાપ્ત થયા બાદ પણ બોલિંગ કરતો હતો. તે દર્શાવે છે કે, તે પોતાની રમત પ્રતિ કેટલો સમર્પિત છે. આ સાથે જ તેમણે ખુલાસો કર્યો છે કે, શમીએ બે મહિના સુધી પોતાના ફેવરિટ ભોજનને હાથ લગાવ્યો નથી. પોતાની ફિટનેસ પરત મેળવવા માટે તે દિવસમાં ફક્ત એકવાર જ જમતો હતો. તેમણે કહ્યું કે, શમીએ અનેક ડાયટ પ્લાનને ફોલો કર્યા. મેં જોયું કે તે દિવસમાં ફક્ત એકવાર જ જમતો હતો. તેને બિરયાની ખૂબ પસંદ છે પણ મેં તેને છેલ્લા બે મહિનાથી જોયો નથી કે ક્યારેય તેણે બિરયાનીને હાથ લગાડ્યો હોય. ભારતના અનુભવી ઝડપી બોલર મોહમ્મદ શમીએ ખુલાસો કર્યો છે કે, ઇજાના કારણે લાંબા સમય સુધી બહાર રહ્યા બાદ જ્યારે તેણે રિહેબિલિટેશન શરૂ કર્યું તો તે ડરની ભાવનાથી ઘેરાયેલો હતો પણ રાષ્ટ્રીય ટીમમાં પુનરાગમન કરવાની દૃઢ ઇચ્છાશક્તિથી તે તબક્કામાંથી બહાર નીકળવામાં સફળ રહ્યો. મો.શમીએ BCCI દ્વારા પોસ્ટ કરાયેલા વીડિયોમાં કહ્યું કે, મેં એક વર્ષ સુધી રાહ જોઈ ખૂબ જ મહેનત કરી. રિહેબિલિટેશન દરમ્યાન દોડતી વખતે પણ ઇજાગ્રસ્ત થવાનો ડર હતો.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks