આઈ ખેડૂત પોર્ટલમાં અરજી કરનારા ખેડૂતોમાં ઓલપાડના ખેડૂતો પ્રથમ

(અન્સારી તાહિર) સુરત,તા.૨૮
રાજ્ય સરકાર દ્વારા ખેડુતોને સાધન ખરીદવા માટે સબસીડી સહિતની સહાય આપવામાં આવે છે. આઇ ખેડુુત પોર્ટલમાં સુરત જિલ્લામાં ૧૪૦૭૨ ખેડુતો દ્વારા અરજી કરવામાં આવી હતી. તે પૈકી ૧૩૮૮૩ જેટલા ખેડુતોની અરજી મંજૂર કરવામાં આવી હોવાનું જિલ્લા કૃષિ અધિકારી કમલેશ પટેલએ જણાવ્યું હતું. સુરત જિલ્લામાં ૧,૪૦,૧૬ ખેડુતોની સંખ્યા હાલમાં હોવાનું જાણવા મળે છે.
રાજ્ય સરકાર દ્વારા ૨૦૧૪થી આઇ ખેડુત પોર્ટલની શરુઆત કરવામાં આવી હતી. ખેડુતોને ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાનો લાભ મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા આઇ ખેડુત પોર્ટલ પાસેથી કુલ પ૯ જેટલા ઘટકો જેવા કે તાડપતરી, પાઇપ-લાઇન, દવા છાંટવાના પંપ, ટ્રેક્ટર, રોટાવેટર, બંડ ફોર્મસ, સબ સોયલર, રીપર, વાવણીયા સહિતના ઘટકોમાં સહાય આપવા માટે ખેડુતો પાસેથી ઓનલાઇન અરજી લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તા.૧-૪-૨૦૧૮ થી તા.૨-૫-૨૦૧૮ સુધી આઇ ખેડુત પોર્ટલ ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. તે સમયગાળા દરમિયાન સુરત જિલ્લાના નવ તાલુકાઓમાંથી ૧૪૦૭૨ જેટલી અરજી ખેડુતો દ્વારા ઓનલાઇન કરવામાં આવી હતી.
જિલ્લા ખેતીવાડી અધિકારી કમલેશ પટેલએ વધુમાં જણાવ્યું હતું કે ઓનલાઇન અરજી કરનારા ખેડુતો પ્રિન્ટ મેળવ્યા બાદ સંબંધીત ગ્રામ સેવકો સમક્ષ ૧૪૦૭૨ ખેડુતોએ આવશ્યક દસ્તાવેજો રજૂ કર્યા હતા તેની ચકાસણી દરમિયાન ૧૮૩ અરજીઓ પાત્રતા ધરાવતી ન હોવાનું જાણવા મળે છે. આ તમામ ખેડુતોને હવે તેમની માંગણી મુજબના સાધનો ખરીદવા માટે સહાય આપવાની કાર્યવાહી શરુ થઇ ગઇ હોવાનું જાણવા મળે છે.
ઓલપાડ તાલુકામાંથી ૪૪૯ર
ખેડૂતોએ અરજી કરી
સુરત જિલ્લાના નવ તાલુકાઓમાં સૌથી વધુ ઓલપાડ તાલુકાઓમાંથી ૪૪૯૨ આઇ ખેડુત પોર્ટલમાં ઓનલાઇન અરજી કરવામાં આવી હતી. જ્યારે ઉમરપાડા તાલુકામાંથી ૪૬૨ જેટલી અરજી કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
ક્યાં તાલુકામાં કેટલી અરજી
તાલુકો અરજી
ઉમરપાડા ૪૬૨
ઓલપાડ ૪૪૯૨
કામરેજ ૧૫૭૮
પલસાણા ૫૪૨
બારડોલી ૧૩૮૩
મહુવા ૧૬૨૯
માંગરોળ ૧૦૯૧
માંડવી ૧૯૯૨
ચોર્યાસી ૯૦૩

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks