ભૂજ,તા.૨૩
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનો જંગ હવે ધીમે-ધીમે વેગ પકડી રહ્યો છે. ત્યારે આગામી તા.૨૭-૧૧(સોમવાર)ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કચ્છ આવી રહ્યા છે અને ભૂજ ખાતે તેઓ રોડ શો કરીને ચૂંટણી પ્રચાર કરે.
વડાપ્રધાન મોદીના જાહેર થયેલા કાર્યક્રમ મુજબ તા.૨૭-૧૧ના મોદી સવારે ૧૦ વાગ્યે હવાઈમાર્ગે સીધા ભૂજએરપોર્ટ ખાતે ઉતરાણ કરશે. જ્યાં ભાજપના આગેવાનો તેમને આવકારશે અને ત્યાંથી જ્યુબીલી ગ્રાઉન્ડ-કોલેજ રોડ- રીંગરોડ સુધી તેઓ દ્વારા રોડ શો કરવામાં આવશેે. ભૂજ વિધાનસભા બેઠક ઉપર ભાજપના ડો.નીમાબેન આચાર્ય અને કોંગ્રેસના આદમભાઈ ચાકી ચૂંટણી લડી રહ્યા છે.
Facebook
0
Twitter
0