આજે તમામ નપા-મનપામાં પર્યાવરણ અને સ્વચ્છતા અભિયાન સપ્તાહ ઉજવાશે

અમદાવાદ,તા.૪
યુનાઈટેડ નેશન્સ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી માટે યજમાન દેશ તરીકે ભારતની પસંદગી કરાઈ છે ત્યારે આ ઉજવણીમાં ગુજરાતની ભૂમિકા અગ્રેસર રહે તેવા હેતુથી મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં સમગ્ર રાજ્યમાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં પ્લાસ્ટિક કચરો દૂર કરવા માટે તા. ૫ જૂનથી એક સપ્તાહ માટે રાજ્યવ્યાપી પર્યાવરણ અને સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જળ સંચય માટેના સુજલામ સુફલામ જળ અભિયાનમાં સમગ્ર માસ દરમિયાન રાજ્યના લોકોનો અપ્રતિમ સહયોગના પરિણામે આ જળ અભિયાનને સફળતા પ્રાપ્ત થઈ છે. જળ સંચય બાદ રાજ્ય સરકારે પ્લાસ્ટિક કચરો દૂર કરવાનું અભિયાન હાથ ધર્યું છે. જેમાં રાજ્યના તમામ મહાનગરો, નગરો-શહેરો, તાલુકા મથકો, અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી હેઠળના આઉટગ્રોથના વિસ્તારો નદી-નાળા, જળાશયો, મુખ્યમાર્ગો અને ધાર્મિક સ્થળોએથી પ્લાસ્ટિકનો કચરો અને ગંદકી દૂર કરવા પર્યાવરણ અને સ્વચ્છતા અભિયાન હાથ ધરાશે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts