આજે સમગ્ર ગીર-સોમનાથ જિલ્લાના ખેડૂતોની રેલી નીકળશે

કોડીનાર, તા.૨
ગીર-સોમનાથ જિલ્લામાં થયેલી અતિવૃષ્ટિથી જિલ્લાભરના ખેડૂતોની ખેતીની જમીન ધોવાઈ ગયા ઉપરાંત ગામડાઓમાં રહેતા ખેડૂતોના ઘરોમાં પણ પાણી ઘૂસી જતાં ખેડૂતો પાયમાલ થઈ ગયા છે ત્યારે આગામી તા.૩ ઓગસ્ટને શુક્રવારના રોજ સમગ્ર ગીર-સોમનાથ જિલ્લાના ખેડૂતોની એક રેલી સોમનાથ બાયપાસથી કાઢીને વેરાવળ કલેક્ટર કચેરી ખાતે કિશાનોના અધિકાર અને થયેલી નુકસાનીના વળતર માટે તેમજ જમીન માપણીની નવેસરથી કામગીરી હાથ ધરવામાં આવે તેવા વિવિધ મુદ્દાઓની માગણી કરતું એક આવેદન જિલ્લા કલેક્ટરને આપવાનું આયોજન હાથ ધરાયું છે. આ રેલીમાં કોડીનાર તાલુકાના અસરગ્રસ્ત ખેડૂતો બહોળી સંખ્યામાં જનઅધિકાર મંચના નેજા હેઠળ જોડાનાર છે. તેવું મંચના પ્રમુખ પ્રવિણભાઈ રામની યાદીમાં જણાવ્યું છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks