‘આજ સુધી દલિત સમાજમાંથી વડાપ્રધાન કેમ નથી બન્યા’ : લખનૌમાં સંવિધાન સન્માન સમિતિએ ઉઠાવ્યો સવાલ, કહ્યું; સત્તામાં બરાબરી ક્યારે મળશે ?

(એજન્સી) તા.ર૬
બંધારણ લાગુ થયા બાદ દેશમાં અલગ-અલગ જાતિ, ધર્મ અને વર્ગના લોકો વડાપ્રધાન બન્યા, પરંતુ દલિત સમાજમાંથી અત્યાર સુધી કોઈ વડાપ્રધાન કેમ નથી બન્યું ? ભારતીય સંવિધાન સન્માન સમિતિએ બંધારણ દિવસે આ સવાલ ઉઠાવ્યો હતો. બુધવારે પ્રેસ કોન્ફરન્સમાં સમિતિએ સામાજિક ન્યાય, સમાન અધિકાર અને રાજકીય ભાગીદારી અંગે ચર્ચા કરી હતી. વંચિત સમાજને સત્તા અને નિર્ણય પ્રક્રિયામાં યોગ્ય પ્રતિનિધિત્વ આપવાની માંગ કરી હતી. સમિતિના પદાધિકારીઓએ જણાવ્યું હતું કે બાબા સાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરે બંધારણ દ્વારા નાગરિકોને સમાનતા, સ્વતંત્રતા અને મૂળભૂત અધિકારો આપ્યા. તેમ છતાં વંચિત સમાજને અત્યાર સુધી સંપૂર્ણ સામાજિક ન્યાય મળ્યો નથી. આ મુદ્દાઓ પર દેશવ્યાપી ચર્ચા અને ઉકેલની જરૂર છે. સમિતિએ જણાવ્યું હતું કે તે ઘણા વર્ષોથી ભારતીય સંવિધાન સંદેશ અભિયાન ચલાવી રહી છે. તેનો ઉદ્દેશ્ય બંધારણના અધિકારો અને સમ્રાટ અશોકની શાસન વ્યવસ્થાના સંદેશને જન-જન સુધી પહોંચાડવાનો છે. સંગઠન સમૃદ્ધ અને સંપન્ન ભારતના નિર્માણમાં યોગદાન આપવાની વાત કરી રહ્યું છે. પ્રેસ કોન્ફરન્સમાં ભારતીય નટ સમાજ ઉત્થાન સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ દાનિશ અખવી આંબેડકરનું સ્વાગત કરવામાં આવ્યું હતું. વક્તાઓએ બંધારણનો સંદેશ દેશભરમાં પહોંચાડવાના તેમના સંકલ્પની પ્રશંસા કરી હતી. સમિતિના જણાવ્યા મુજબ, સ્થાપક ભંતે અમરબોધિની કાર્યનીતિને રાષ્ટ્રીય અધ્યક્ષ બૌદ્ધમતી વિમલા દેવીના નેતૃત્વમાં આગળ વધારવામાં આવશે. સામાજિક ન્યાય, બંધારણીય અધિકારો અને વંચિત વર્ગોની રાજકીય ભાગીદારીના મુદ્દાઓ રાષ્ટ્રીય સ્તરે ઉઠાવવામાં આવશે.

 

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks