(સંવાદદાતા દ્વારા) આણંદ, તા.૧૩
આણંદ શહેરમાં મહાવીર ઝુપડપટ્ટી પાસેથી પસાર થતા મુસ્લિમ યુવક પર રસ્તામાં વરધોડામાં જોડાયેલા કેટલાક યુવકોએ કલર છાંટવાની ના પાડતા ઉસ્કેરાઈ ગયેલા ત્રણ યુવકોએ મુસ્લિમ યુવક પર હુમલો કરી ચપ્પુનાં ધા ઝીંકી તેમજ લોખંડની પાઈપો અને લાકડાનાં દંડાઓ વડે માર મારી ગંભીર જીવલેણ ઈજાઓ કરી હત્યાનો પ્રયાસ કર્યાનો બનાવ બનતા સમગ્ર વિસ્તારમાં તંગદીલી પ્રસરી જવા પામી હતી,ધટનાની જાણ થતા પોલીસે ધટના સ્થળે દોડી જઈ ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દઈ ત્રણ આરોપીઓ વિરૂદ્ધ હત્યાનાં પ્રયાસનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી વિગતો અનુસાર આણંદ શહેરમાં ભાલેજ ઓવરબ્રીજ નજીક અમીના મંજીલ પાસે રહેતો અબ્દુલરજ્જાક ઈલ્યાસભાઈ વ્હોરા આજે બપોરનાં સાડા બાર વાગ્યાનાં સુમારે પોતાનાં મિત્ર મોબીન વ્હોરા સાથે મિત્ર શાહનવાજ પાસેથી લીધેલા ૨૦ હજાર રૂ।. પરત આપવા જતો હતો,ત્યારે મહાવીર ઝુંપડપટ્ટી પાસે રસ્તામાં લોકો ધુળેટી રમી વરધોડો કાઢેલો હતો,દરમિયાન કેટલાક યુવકોએ અબ્દુલરજ્જાક પર કલર છાંટવાનો પ્રયાસ કરતા અબ્દુલરજ્જાકે કહેલું કે મને કલરની એલર્જી હોઈ તમે મારી ઉપર કલર છાંટસો નહી તેમ કહી અબ્દુલરજ્જાક મોટરસાયકલ સ્ઉભી રાખી મોટરસાયકલ પરથી નીચે ઉતરતા સુનીલ સીધ્ધુ,દયલો અને અજય સહીત ત્રણ યુવકોએ અબ્દુલરજ્જાક પર હુમલો કરી ચપ્પાનાં બે ધા ઝીંકી તેમજ લોંખડની પાઈપ અને લાકડાનાં દંડા મારી ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચાડી હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો,તેમજ અબ્દુલરજ્જાક પાસેનાં વીસ હજાર રૂપિયાની રોકડ રકમ તેમજ હાથમાંની ચાંદીની લકીની લુંટ ચલાવી હતી,તેમજ અબ્દુલરજ્જાક લોહી લુહાણ હાલતમાં દોડીને નજીકમાં આવેલી આણંદ ઓર્થોપેડીક હોસ્પીટલમાં પહોંચી જતા તેની ત્વરીત સારવાર હાથ ધરવામાં આવી હતી,આ ધટનાને લઈને બન્ને કોમનાં ટોળાઓ એકત્ર થઈ ગયા હતા અને મામલો તંગ બનતા ટાઉન પીઆઈ આર ડી ઓઝા દોડી આવ્યા હતા.અને પોલીસ કાફલો તૈનાત કરી દઈ એકત્ર ટોળાઓને વિખેરી નાખ્યા હતા,આ ધટના અંગે પોલીસે અબ્દુલરજ્જાક ઈલ્યાસભાઈ વ્હોરાની ફરીયાદનાં આધારે સુનીલ ,અજય અને દયલો નામનાં ત્રણ આરોપીઓ વિરૂદ્ધ હત્યાનાં પ્રયાસ અને લુંટનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.