(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૬
સુપ્રીમ કોર્ટમાં આધારને પડકારતી અરજીઓની સુનાવણી શરૂ થઈ છે. આધાર પ્રોગ્રામને પડકારતી સંખ્યાબંધ અરજીઓની અંતિમ સુનાવણી સુપ્રીમના પાંચ જજોની સમક્ષ યોજાઈ રહી છે. કેન્દ્ર સરકારના આધાર પ્રોગ્રામોની વિરૂદ્ધમાં અરજી કરનાર અરજદારોએ એવો આક્ષેપ કર્યો કે આધાર ‘મહાકાય વીજાણું ગોટાળો’, છે અને તે દેશને ‘સર્વેલન્સ સ્ટેટ બનાવી દેશે. અરજદારોએ એવી દલીલ કરી કે તેનાથી લોકોના ગોપનીયતાના મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન થાય છે. અરજદારોએ એવી પણ દલીલ કરી કે લોકોને આધાર નોંધણી કરાવવા માટે ફરજ પાડવાની સરકારને સત્તા આપનાર ૨૦૧૬ ના કાયદાની વિરૂદ્ધમાં દલીલબાજી થઈ.
૧૦ મુદ્દાઓ
૧. સુનાવણી દરમિયાન, જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે એવું જણાવ્યું કે કોઈ રાજ્ય જનહિતમાં લોકોને આધાર નંબર ની નોંધણી કરાવવાની ફરજ ન પાડી શકે. સીનિયર વકીલ શ્યામ દિવાને કહ્યું કે તો પછી તો એક વિકૃત સમાજ બની જશે. અરજદારોએ કહ્યું કે અમે કાયદાથી બંધાયેલા છીએ. તમે કોઈના માટે અપવાદ ન સર્જી શકો. જો તમે ફરજ પાડશો તો તે એક સર્વેલન્સ સમાજ બની જશે.
૨. અરજદારોએ એવો આક્ષેપ કર્યો કે આધાર ડેટાબેઝ નાગરિકોને ભયભીત કરે છે દેશ સંપૂર્ણપણે તાનાશાહી બની રહ્યો છે કારણ કે આધાર માટે બાયોમેટ્રિક માહિતી પૂરી પાડવામાં મુક્ત સંમતિ હોતી નથી.
૩. અરજદારોના વકીલ સુપ્રીમના સીનિયર વકીલ શ્યામ દિવાને પાંચ જજોની બંધારણીય ખંડપીઠને કહ્યું કે આધાર નાગરિકોનું મોત સર્જી શકે. લોક બંધારણને રાજ્યના બંધારણમાં ફેરવવામાં આવી રહ્યું છે.
૪. ચીફ જસ્ટિસ દિપક મિશ્રાની આગેવાની વાળી પાંચ સભ્યોની બંધારણીય પીઠ ૨૦૧૨ માં દાખલ કરવામાં આવેલી ૧૭ આધાર પરની અરજીઓની સુનાવણી કરી રહી છે.
૫. અરજદારોએ એવી દલીલ કરી કે તેનાથી લોકોના ગોપનીયતાના મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન થાય છે.૨૦૧૬ ના કાયદાની વિરૂદ્ધમાં જોરદાર દલીલબાજી થઈ.
૬. આજની સુનાવણી પહેલા ખાનગી કંપનીઓના એક જૂથે સુપ્રીમમાં રજૂઆત કરીને આધાર પ્રોગ્રામને ચાલુ રાખવાની માંગણી કરી. ડિઝિટલ લેન્ડર એસોસિએશન ઓફ ઈન્ડીયા દ્વારા દાખલ કરવામાં આવેલી હસ્તક્ષેપની અરજી સ્વીકારવામાં આવી નથી.
૭. ૧૨ આંકડાના આધાર નંબરને મોબાઈલ ફોન, બેન્ક ખાતા સાથે જોડવા સંબંધિત અરજીમાં પણ સુપ્રીમ કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી.
૮. તાજેતરમાં યુનિક ઓથોરીટીએ આધાર ચકાસણી માટે આંગળીઓના નિશાન તથા આંખોની કિકીઓની ઉપરાંત ચહેરા ઓળખ સુવિધાને મંજૂરી આપી છે. યુનિક ઓથોરીટીએ એવી જાહેરાત કરી કે વધારે ભારતીયોની નોંધણી માટે આ બન્ને સુવિધાઓની ઉપરાંત ૧ જુલાઈથી એક ચહેરો ઓળખની સુવિધાને પણ અમલી બનશે.
૯. ૨૦૧૪ માં કેન્દ્રમાં મોદી સરકાર આવ્યાં બાદ વડાપ્રધાન મોદીએ વસતી પત્રકને અટકાવી દઈને આધાર પ્રોગ્રામને ચાલુ રાખવાની મંજૂરી આપી હતી.
૧૦. પીએમ મોદીએ એવો પણ આદેશ આપ્યો હતો કે ફક્ત પાંચ વર્ષના બાળકનું જ નહીં પરંતુ નવજાતનું પણ આધાર બનાવવામાં આવે.
આધાર રાજ્યોને એક ‘સ્વીચ’ પૂરી પાડશે જે કોઈનું
મોત સર્જી શકે : સુપ્રીમમાં અરજદારોએ કહ્યું
સુપ્રીમ કોર્ટમાં આધારને પડકારતી અરજીઓની સુનાવણી શરૂ થઈ છે.ત્યારે આધાર પ્રોગ્રામોની વિરૂદ્ધ અરજી કરનાર અરજદારોએ એવું કહ્યું કે આધાર રાજ્યોને એક સ્વીચ પૂરી પાડશે જે કોઈ નાગરિકેનુ મોત સર્જી શકે . અરજદારોએ એવો આક્ષેપ કર્યો કે આધાર તેનાથી લોકોના ગોપનીયતાના મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન થાય છે. અરજદારોના વકીલ સુપ્રીમના સીનિયર વકીલ શ્યામ દિવાને પાંચ જજોની બંધારણીય ખંડપીઠને કહ્યું કે ‘આધાર બંધારણને ખોખલું કરી નાખશે, નાગરિકોની જાસૂસી કરીને અસંતોષને કચડી નાખશે. આધાર નાગરિકોનું મોત સર્જી શકે. લોક બંધારણને રાજ્યના બંધારણમાં ફેરવવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે લોકોના બંધારણને રાજ્યના બંધારણમાં ફેરવી નાખવામાં આવી રહ્યું છે તથા આધાર માટે લોકોના બાયોમેટ્રિક ડેટા એકત્ર કરવું અયોગ્ય કામ છે. ચીફ જસ્ટિસ દિપક મિશ્રાની આગેવાની વાળી પાંચ સભ્યોની બંધારણીય પીઠ ૧૭ આધાર પરની અરજીઓની સુનાવણી કરી રહી છે. આધારની શરૂઆત સાથે જ તેની માન્યતા, તથા સંભવિત ડેટા લીકેજની ઘટનાઓ અવારનવાર બનવા પામી રહી છે. સુપ્રીમ કોર્ટે ૧૨ આંકડાના આધાર નંબરને મોબાઈલ ફોન, બેન્ક ખાતા સાથે જોડવા સંબંધિત અરજી પણ સ્વીકારી છે.