(એજન્સી)નવી દિલ્હી, તા.૨૯
આમરોહા જિલ્લાના આદમપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ગામમાં ગુંડાઓએ પોલીસની સામે જ દલિત પરિવારને લાકડીઓ વડે માર માર્યો હતો. આ લડાઈનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી, ત્યારબાદ મામલો કોઈ રીતે શાંત થયો હતો. તે જ સમયે, પોલીસે ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. આ સમગ્ર મામલામાં આદમપુર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ ઈન્સપેક્ટર શૌકેન્દ્ર બાલિયાને જણાવ્યું કે, આ કેસમાં ૧૬ લોકો વિરૂદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Facebook
0
Twitter
0