આરોગ્ય વિભાગ નહીં આયકર વિભાગ પીપીઈ કિટ પહેરીને ત્રાટક્યું, અમદાવાદના વિવાદાસ્પદ બિલ્ડર પોપ્યુલર ગ્રુપના નિવાસે તથા ઓફિસે ઈન્કમટેક્સ વિભાગના દરોડા

કુલ ર૭ સ્થળોએ તપાસ કરી ૧૪ બેંક લોકર, કોમ્પ્યુટર, લેપટોપનો ડેટા સીલ કર્યો

(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૮
અમદાવાદના વિવાદાસ્પદ બિલ્ડર અને પુત્રવધુને ત્રાસ આપવાના કેસમાં કેસને રફેદફે કરવા રૂા.અઢી કરોડની લાલચ આપી હોવાની ફરિયાદ બાદ ઈન્કમટેક્સની રડારમાં આવી ગયેલા પોપ્યુલર બિલ્ડરના નિવાસસ્થાન અને ઓફિસમાં આવકવેરા વિભાગે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. દરોડા દરમિયાન આવકવેરા વિભાગે પોપ્યુલર ગ્રુપના ત્રણ ખાનગી એડ્રેસ શોધી કાઢ્યા છે. જેના પર હાલ તપાસ ચાલી રહી છે.
આજે વહેલી સવારથી પાડેલા દરોડા દરમિયાન આવકવેરા વિભાગે પોપ્યુલર ગ્રુપના ૧૪ બેન્ક લોકર અને કોમ્પ્યુટર અને લેપટોપમાં રહેલો ડેટા સીલ કર્યો છે.
આ રેડની જો સૌથી ધ્યાનાર્ષક બાબત એ હતી કે કોરોનાની મહામારીને કારણે આવકવેરા વિભાગના અધિકારીઓએ પોતાની તથા અન્ય સલામતી માટે પ્રથમવાર ઁઁઈ કિટ પહેરીને રેડ કરી હતી.
પોપ્યુલર ગ્રુપના કુલ ૨૭ સ્થળોએ તપાસ કરવામાં આવી રહી છે. જેમાં રોકડ અને ઝવેરાતની શોધખોળ ચાલી રહી છે. આ તપાસના અંતે કરોડોની બિનહિસાબી આવક મળે તેવી સંભાવના છે. આ ઉપરાંત પોપ્યુલર ગ્રુપ સાથે કનેકશન ધરાવનાર ત્રણ મોટા માથા એવા લક્ષ્મણ વેકરીયા,અંકિત પ્રજાપતિ અને પરસોતમ પંડ્યાને ત્યાં પણ તપાસ કરવામાં આવી રહી છે. જ્યારે ભરત પટેલની માલિકીના ખાનગી એડ્રેસ ઉપર ડોક્યુમેન્ટનો ઢગલો મળી આવ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, વિવાદાસ્પદ બિલ્ડર પોપ્યુલર ગ્રુપ બાદ દશરથ અને વિરેન્દ્ર પટેલના ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. સવારે ૫ઃ૩૦ વાગ્યાથી વિભાગ દ્વારા અલગ-અલગ સ્થળો પર સર્ચ ઓપરેશન કરાયું હતું. શહેરમાં ઘણા સમય બાદ ફરી ૈં્‌ વિભાગે બિલ્ડરોને ઝપેટમાં લીધા છે. આઈટી વિભાગ તેમજ પોલીસની ટીમ દ્વારા સર્ચ ઓપરેશનમાં અંદાજે ૨૭ સ્થળ પર દરોડા પાડવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, બિલ્ડર રમણ પટેલની પુત્રવધૂએ સાસરિયાઓ દ્વારા ત્રાસ અપાતો હોવાની ફરિયાદ નોંધાવ્યા બાદ આ કેસ ચર્ચાના ચગડોળે ચડ્યો હતો ત્યારબાદ ૨૭ ઓગસ્ટે સમાધાન કરવા બિલ્ડર રમણ પટેલના કહેવાથી દશરથ પટેલ અને તેમના પુત્ર વિરેન્દ્ર પટેલે ફરિયાદી ફિઝુ પટેલની માસીને આપેલા રૂપિયા અઢી કરોડ ક્રાઈમ બ્રાંચે જપ્ત કર્યા હતા. આ કેસમાં સમાધાન કરવા માટે પોપ્યુલર બિલ્ડર્સ પરિવારે ફરિયાદીનો સંપર્ક કરવા નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. પતિ મૌનાંગ પટેલ અને સસરા રમણ પટેલે કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી. કોર્ટમાં આ કેસના ફરિયાદી એફિડેવિટ કરે તો તેમને જામીન મળી શકે એ માટે આ કારસો રચાયો હતો. જો કે, આ અઢી કરોડ જપ્ત કરાયા બાદથી પોપ્યુલર બિલ્ડરના માલિકો ઈન્કમટેક્ષની રડારમાં હતા જ અને આજે તક મળતા વહેલી સવારથી દરોડાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks