આરોપીઓએ છોટા રાજનના ઘરેથી નવ કરોડથી વધુની ચોરીની કબૂલાત કરી

(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૬
શહેરના પાર્લે પોઈન્ટ ખાતે આવેલ સીમંધર એપાર્ટમેન્ટમાં પાંચ દિવસ અગાઉ ઝીંગાના વેપારીના બંધ મકાનમાંથી ૬.૭૯ લાખની ચોરીમાં ઉમરા પોલીસે ૩ આરોપીની ધરપકડ કરી છે. ઝડપાયેલા આરોપીઓએ મુંબઈ ખાતે અંધારી આલમનો ડોન છોટા રાજનના ઘરેથી ૯ કરોડથી વધુની ચોરીની કબૂલાત ઉપરાંત ૨૦૦થી વધુ ચોરીના ગુનામાં સંડોવાયો હોવાનું જાણવા મળે છે. પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર પાર્લે પોઇન્ટ એચડીએફસી બેન્કની ગલીમાં આવેલ સીમંધર એપાર્ટમેન્ટમાં ૩૦૩ નંબરના ફલેટમાં રહેતા વિપુલ સુભાષ મુન્શી ડુમસ ખાતે ઝીંગાનો વેપાર કરે છે. વિપુલ ધંધાર્થે વિદેશ ગયો હોવાથી તેની પત્ની સીમા મુન્શી ૧૦મી માર્ચે રાત્રે નીચેના ફલેટમાં બહેનપણીના ઘરે ઉંઘવા ગઈ હતી.બંધ ફલેટમાં ૧૦મી માર્ચની રાત્રે અજાણ્યા તસ્કરો ત્રાટકી કબાટમાંથી રોકડા ૨.૫૦ લાખ તેમજ ૪.૨૯ લાખના હીરાના દાગીના મળી કુલ ૬.૭૯ લાખની ચોરી કરી નાસી ગયા હતા. ચોરીની ફરિયાદ થતા પોલીસે સીમંધર એપાર્ટમેન્ટમના સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરો મહારાષ્ટ્ર પાસિંગમાં આવ્યા હોવાની જાણ થઈ હતી. હોન્ડા સિટી કટરને એમએચ-૪૬-એન-૧૩૩૩ની તપાસ કરતા ઉમરા પોલીસે ત્રણ આરોપીની મુંબઈથી ધરપકડ કરી છે. મોહંમદ સલીમ ઉર્ફે મુનીર મોહંમદ હબીબ કુરેશી ઉ.વ. ૪૪, રવિન્દ્ર ઉર્ફે રવિ શાંતારામ તાવડે ઉ.વ. ૩૨, પ્રકાશ ભારત મોહન સોનવણે ઉ.વ. ૨૫ ત્રણ રહે મુંબઈની ધરપકડ કરી છે. ઝડપાયેલા આરોપીઓની પૂછપરછ કરતા તેમને ઉમર સીમંધર એપાર્ટમેન્ટમાંથી ચોરી કરી હોવાની કબૂલાત કરી છે. મોહંમદ સલીમ આશરે ૧૮ વર્ષથી ૨૦૦થી વધુ ચોરીમાં સંડોવાયો છે અને ૧૬૫ ચોરીના ગુનામાં ઝડપાઈ ચૂક્યડો છે. હાલ ૧૮મી ફેબ્રુઆરીએ જ જેલમાંથી છૂટી આવ્યો હતો.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts