આશ્રમમાંથી મળેલ માનવ કંકાલનો ભેદ ઉકેલાયો મહંતની હત્યા કરી લાશ સળગાવી દેવાઈ હતી

અમરેલી, તા.૧૧
બાબરા તાલુકાના રાણપર ગામે ચાર દિવસ પહેલા હનુમાન મંદિરના આશ્રમના ધુણાવાળા રૂમમાં સળગાવેલ લાકડાની રાખમાં માનવ કંકાલ તેમજ ખોપરી પડી હોવાની જાણ કરતા પોલીસે સમગ્ર બનાવની તપાસ કરતા તે ખોપરી અને કંકાલ ચેતન્ય હનુમાન મંદિરના મહંતની હોવાનું સામે આવેલ હતું અને તેની હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું હતું. આ હત્યા તેની શિષ્ય સાધ્વી અને એક અન્ય મહંત જે હરિયાણા રોહતકથી મહેમાન બનીને આવેલ હતો તેણે કરી હોવાનું પોલીસમાં ખુલવા પામેલ હતું. બનાવે અંગે એલસીબી પોલીસે સાધ્વી અને હરિયાણા મહંતની ધરપકડ કરી બનાવનો ભેદ ઉકેલી નાખેલ છે.
આ અંગે મળતી વિગતો અનુસાર બાબરા તાલુકાના રાણપર ગામે ગરણી ગામ તરફ જવાના રસ્તે આવેલ ચેતન્ય હનુમાન મંદિરના ધુણાવાળા રૂમમાં સળગાવેલ લાકડાની રાખમાં એક માનવ કંકાલ અને ખોપરી પડી હોવાની માહિતી ગત તા.૮/૪/૨૦ના રોજ હનુમાન જ્યંતી હોવાથી એક ભક્ત દર્શન કરવા ગયેલ હોઈ જેને નજરે પડતા તેણે પોલીસને સમગ્ર હકીકત જણાવતા પોલીસે જાણવાજોગ દાખલ કરી એલસીબી અમરેલીએ તપાસ હાથ ધરતા સળગાવેલ લાકડાની રાખમાં જે કંકાલ મળી આવ્યું હતું તે મંદિરના આશ્રમના મહંત શ્યામદાસની હોવાનું સામે આવેલ હતું.
અને પોલીસે તપાસ દરમ્યાન એક મહિલા સાધ્વી વર્ષાબેન મોહનભાઇ વશરામભાઇ સરવૈયા ઉવ-૫૦ (હાલનુંનામ બલરામદાસ ગુરૂ શ્યામદાસ) અને સંદિપનાથ ગુરૂ બાબા કિશનનાથ ઉવ-૩૫ રહે રોહતક રાજ્ય હરિયાણાવાળાઓની ધરપકડ કરી હતી જેની પૂછપરછમાં મંદિરના મહંત શ્યામદાસની હત્યાની કબૂલાત આપતા જણાવ્યું હતું કે પાંચ વર્ષથી રહેતી વર્ષા મોહનભાઇ (બલરામદાસ) સાથે રહેતી હોઈ અને છેલ્લા થોડા સમયથી ગત તા.૨૫/૩/૨૦ના રોજ બપોરે ૧૧ઃ૩૦ વાગ્યે મહંત શ્યામદાસના શિષ્ય વર્ષાબેન (બલરામદાસ)ને શ્યામદાસ સાથે ઝગડો થયેલ અને રસી મારતા સંદિપનાથ વચ્ચે પડતા શ્યામદાસે રસી લઇ સંદિપનાથ પાછળ દોડતા સંદિપનાથે રસ્સી આંચકી લઇ શ્યામદાસને પકડી પલંગ ઉપર પછાડી દઈ તેના હાથ પગ બાંધી રસી વડે બંને છેડેથી સંદિપનાથ અને સાધ્વી બલરામદાસએ ગળું દબાવી હત્યા કરી નાખેલ હતી.
અને તેની લાશને સંદીપનાથે પોતાની આઈ ટેન કાર સાથે બાંધી ઢસડી ધુણાવાળા રૂમમાં રાત્રીના ૨ વાગ્યે લઇ જઈ સાધ્વી બલરામદાસએ લાકડા બહારથી વીણી આવી લાશ ઉપર અને નીચે નાખી સંદિપનાથની કારમાંથી પેટ્રોલલનું કેન લઇ આવી લાશ ઉપર નાંખી લાશ સળગાવી નાખેલ હોવાનું પોલીસને જણાવ્યું હતું. આમ સાધ્વી બલરામદાસ (વર્ષાબેન મોહનભાઇ વશરામભાઇ સરવૈયા) તેમજ રોહતકના મહેમાન બની આવેલ મહંત સંદીપનાથ દ્વારા શ્યામદાસ મહંતની હત્યા કરી પુરાવાનો નાશ કરી લાશને સળગાવી દઈ ગુન્હો આચરતા તેમની સામે હત્યાનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks