(એજન્સી) તા.૩૦
સૈફુલ સરકાર, ઓડુબીમાં એક ફાર્મસી ચલાવે છે. આ ફાર્મસી આસામના બોંગાઈગાઓ જિલ્લામાં આવેલી છે. ૨૦૧૫માં ઉનાળાની ઋતુ પછી આ ગામના તમામ લોકો એક એવા ચક્રમાં ફસાઈ ગયા કે તેના માટે અત્યાર સુધી તેઓ વ્યસ્ત જ છે.
આ ગામના દરેક લોકો પોતાના ડોક્યુમેન્ટ જ વ્યવસ્થિત કરવામાં લાગેલા છે. તેઓ કહે છે કે અમારી પાસે તમામ દસ્તાવેજો છે. પરંતુ સવાલ લોકેશન અને તેની વ્યવસ્થા કરવાનો છે. અહીં પૂર્વજોનો મામલો આવી ચૂક્યો છે. ફક્ત જમીનોના ઔપચારિક રજિસ્ટ્રેશન જ બાકી છે. આસામના અન્ય ભાગોની જેમ ઓડુબીના નિવાસીઓ પણ ભારતીય નાગરિક તરીકે પોતાને પૂરવાર કરવાના પ્રયાસો કરી રહ્યા હતા. તાજેતરમાં જ ત્યાં જ એનઆરસી અપડેટ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આસામમાં બાંગ્લાદેશી નાગરિકોની ઓળખ કરવા માટે એનઆરસી અપડેટ કરવાની લાંબા સમયથી માગ કરવામાં આવી રહી હતી.
આસામમાં મોટાભાગે વસતી બંગાળી મૂળના મુસ્લિમોની છે અને તેમને ગેરકાયદે ઘૂસણખોરો ગણાવવામાં આવે છે. સરકાર કહે છે કે અમે દરેક ભારતીયને ઓળખવા માટે એનઆરસી લાવવા માગીએ છીએ. અમે આસામના નાગરિકો છીએ. અમારી પાસે તે સાબિત કરવા માટે પુરાવા પણ મળે છે. આ તો અમારું ગૌરવ છીનવી લેવાનો પ્રયાસ હતો. તેઓ અમને બાંગ્લાદેશી મિયાં કહે છે. બંગાળી મુસ્લિમોનો ઉલ્લેખ કરવા માટે આસામમાં લાંબા સમયથી મિયાં શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. તેમને બાંગ્લાદેશના ગેરકાયદે ઘૂસણખોરો કહેવાય છે.
મોટાભાગની વસતી પોતાના ડોક્યુમેન્ટ અરેન્જ કરવામાં લાગેલી હતી અને અમે અમારા ડોક્યુમેન્ટ બતાવી દીધા. એનઆરસીની અંતિમ યાદી જાહેર થયા બાદ મોટાભાગના લોકોને તેમ છતાં શંકાસ્પદોની યાદીમાં નાખી દેવાયા. અમારી ખોટી રીતે હેરાનગતિ કરવામાં આવી. તેમ છતાં કંઈ જ બદલાયું નથી.