(એજન્સી) શ્રીનગર, તા. ૨૩
અલગાવવાદી નેતા અને દુખતરાન એ મીલ્લતની પ્રમુખ આસિયા અંદ્રાબીએ આજે ફરીવાર પાકિસ્તાનના ગુણગાન કરતા શ્રીનગરમાં પાકિસ્તાન ડે ઉજવતા પાકિસ્તાની ઝંડો ફરકાવ્યો હતો. આસિયાએ ઘણી મહિલાઓ સાથે પાકિસ્તાન ડે ઉજવતા ઉશ્કેરીજનક ભાષણ પણ આપ્યું હતું. આસિયાએ કહ્યું કે, કાશ્મીરનો દરેક વ્યક્તિ પાકિસ્તાની છે. આસિયાએ મહિલાને સંબોધિત કરતાં કહ્યું કે, અમારા માટે લોકો મુસ્લિમ અથવા તો કાફીર છે અને મુસ્લિમોનો દેશ પાકિસ્તાન છે.
આસિયાએ કહ્યું કે, પાકિસ્તાનનો જન્મ રાષ્ટ્રીયતાના આધાર પર નહીં પણ ઇસ્લામના આધાર પર થયું છે. કાશ્મીરી પાકિસ્તાની મુસ્લિમ છે અને કાશ્મીર પાકિસ્તાનનું છે જ્યારે આસિયા ભડકાઉ ભાષણ આપી રહી હતી ત્યારે તરની આજુબાજુમાં બે મહિલાઓ બુરખામાં ઊભી હતી, જેમાંથી એકના હાથમાં પાકિસ્તાનનો ઝંડો પણ હતો.
આસિયા ઘણા સમયથી અશાંત કાશ્મીર ઘાટીમાં કાશ્મીરીઓને ભડકાવવાનું કામ કરે છે, દેશવિરોધી ભાષણોમાં તેનું નામ મોટાભાગે ચર્ચામાં આવે છે. આસિયાની ઘણી વાર ધરપકડ પણ થઈ ચૂકી છે. પોલીસે ઘણીવાર પાકિસ્તાનનો ઝન્ડો લેહરાવવા અને રાષ્ટ્રવિરોધી ભાષણો આપવાના આરોપમાં આસિયા વિરૂદ્ધ એફઆરઆઈ દાખલ કરી છે. વર્ષ ૨૦૧૫માં જમ્મુ કશ્મીર પોલીસે આસિયાને સૌરામાં તેના ઘરેથી ધરપકડ કરવામાં આવી હતી. આસિયા પર પાકિસ્તાની ઝંડો લહેરાવવા અને પાકિસ્તાનમાં ફોન દ્વારા એક રેલી કરવાનો આરોપ હતો. આશિક હુસૈન ફકતું આસિયાના પતિ છે, જે હિજબુલ મુજાહિદ્દીનનો નેતા છે. હાલમાં તે ફકતું જેલમાં બંધ છે.
ભાજપ અને પીડીપીનો બેટી બચાવ અભિયાનનો ચહેરો : રણદીપ સૂરજેવાલા
કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ આસિયા અંદ્રાબીને લઇ એનડીએ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, આસિયા અંદ્રાબી જે બેટી બચાઓ અભિયાનનો ભાજપ અને પીડીપી સરકારનો ચહેરો હતી એ જ હવે પાકિસ્તાન ડે ઉજવી રહી છે. શું પસ્યુડો રાષ્ટ્રવાદી ભાજપ આનો જવાબ આપશે??