ઇઝરાયેલની ક્રૂરતા : અમેરિકન ડોક્ટરોએ ગાઝામાંજે જોયું તે પછી તેઓ ‘અવાચક’ થઈ ગયા છે

(એજન્સી) તા.૨
ગાઝાની હોસ્પિટલોમાં કામ કરનાર અમેરિકન ડોક્ટરો કહે છે કે, તેઓ પેલેસ્ટીની પ્રદેશમાં ઇજાઓ અને વિનાશના અભૂતપૂર્વ સ્કેલથી ચોંકી ગયા હતા અને અવાચક થઈ ગયા હતા.
એટલાન્ટા, જ્યોર્જિયાના વેસ્ક્યુલર સર્જન શારિક સઈદ, ગાઝાની યુરોપિયન હોસ્પિટલમાં સ્વયંસેવક કાર્યનો કાર્યકાળ પૂરો કર્યા પછી, કૈરો આવી ગયા છે.
તેમણે જણાવ્યું હતું કે, તેમની ટીમ એક દિવસમાં ૪૦થી ૬૦ દર્દીઓની સારવાર કરે છે, જેમાંથી મોટાભાગના યુવાનો હોય છે જેમને તેમણે પહેલાં ક્યારેય જોયા ન હતા.
મોટાભાગના દર્દીઓ ૧૩, ૧૪, ૧૫, ૧૬ અને ૧૭ વર્ષની વયના હતા અને કમનસીબે ચેપની ખૂબ જ સંભાવનાઓ છે, તેથી એકવાર તમે એક અંગવિચ્છેદન કરાવો તો તમને અન્ય અંગવિચ્છેદન કરવું પડી શકે છે.
ગાઝા મિશનનું નેતૃત્વ કરનાર ન્યૂયોર્કના એનેસ્થેસિયોલોજિસ્ટ ઈમેલ મેહરે જણાવ્યું હતું કે, જ્યારે તેઓ એપ્રિલમાં દક્ષિણ ગાઝામાં આવ્યા ત્યારે સ્વયંસેવક ચિકિત્સકો તરીકે અમે જે જોયું તેનાથી અવાચક હતા.
મેહર, ૈંસ્છદ્ગછ મેડિકલ રિલીફના અધ્યક્ષ છે અને તેઓ ભૂતકાળમાં ઘણી વખત ગાઝા જઈ ચૂક્યા છે, તેમણે કહ્યું કે, આ વખતે તેમણે જે જોયું તેની તેઓ કલ્પના કરી શકતા નથી.
ખાન યુનિસમાં મેં જ્યાં પણ જોયું ત્યાં સંપૂર્ણ વિનાશ હતો, એક પણ ઈમારત બચી ન હતી.
તેમણે કહ્યું કે, આરોગ્ય સુવિધાઓમાં તબીબી પુરવઠો, સાધનસામગ્રી, સ્ટાફ અને વીજ પુરવઠોનો અભાવ છે, લગભગ સાત મહિના ઇઝરાયેલના હવાઈ હુમલાઓ અને ભૂમિ આક્રમણમાં બધુ નાશ પામ્યું છે.
દરમિયાન યુ.એસ.ના વિદેશમંત્રી એન્ટની બ્લિંકન યુદ્ધવિરામ વાટાઘાટો આગળ વધારવા માટે ઈઝરાયેલ આવવાના છે.
મેહરે કહ્યું કે, તેનો સૌથી મોટો ભય હવે દક્ષિણના શહેર રફાહ પર હુમલો છે, જ્યાં ગાઝાના ૨૩ લાખ લોકોમાંથી અડધા લોકોએ આશ્રય લીધો છે.
મને આશા છે અને હું પ્રાર્થના કરૂં છું કે રફાહ પર હુમલો ન થાય.
જો એવું થશે તો આરોગ્ય તંત્ર કાળજી લઈ શકશે નહીં. તે સંપૂર્ણ વિનાશ હશે.
ઇઝરાયેલે રફાહને સુરક્ષિત ક્ષેત્ર તરીકે નિયુક્ત કર્યું હતું, પરંતુ તાજેતરના મહિનાઓમાં તે સંપૂર્ણ પાયે લશ્કરી આક્રમણની ધમકી આપી રહ્યું છે અને ત્યાં આશ્રય લેતા લોકો ભયભીત છે.
બેન્જામિન નેતાન્યાહુ જેમના પર ગાઝામાં યુદ્ધને સમાપ્ત કરવા માટે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય દબાણ છે, તેમણે જણાવ્યું હતું કે, સૈન્ય રફાહમાં જમીની આક્રમણ શરૂ કરશે.
ઓકટોબર ૭થી લશ્કરી અભિયાનમાં અત્યાર સુધીમાં ગાઝામાં ૩૪,૫૦૦થી વધુ પેલેસ્ટીનીઓ માર્યા ગયા છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks