Site icon Gujarat Today

ઇઝરાયેલમાં અનેક બસોમાં વિસ્ફોટપોલીસ કહે છે, ‘આતંકવાદી હુમલો’

(એજન્સી) તા.૨૧
ગુરૂવારે ત્રણ પાર્ક કરેલી બસોને અથડાતા શ્રેણીબદ્ધ વિસ્ફોટોએ મધ્ય ઇઝરાયેલને હચમચાવી નાખ્યું હતું. અધિકારીઓને શંકા છે કે, આ એક આતંકવાદી હુમલો હતો. કોઈને ઈજા થઈ હોવાના અહેવાલ નથી. આ વિસ્ફોટો એવા દિવસે થયા જ્યારે ઇઝરાયેલ પહેલેથી જ શોક મનાવી રહ્યું કારણ કે, હમાસે યુદ્ધવિરામ કરાર હેઠળ ગાઝામાંથી ચાર બંધકોના મૃતદેહો પરત કર્યા છે. બસ વિસ્ફોટો ૨૦૦૦ના દાયકાના પેલેસ્ટીની બળવા દરમિયાન બોમ્બ વિસ્ફોટોની યાદ અપાવે છે, પરંતુ આવા હુમલા હવે દુર્લભ છે. પોલીસ પ્રવક્તા એએસઆઈ અહરોનીએ જણાવ્યું કે, અન્ય બે બસોમાં વિસ્ફોટકો મળી આવ્યા હતા, પરંતુ તેમાં વિસ્ફોટ થયો ન હતો. ઇઝરાયેલી પોલીસે જણાવ્યું કે, પાંચેય બોમ્બ એકસરખા હતા અને ટાઇમરથી સજ્જ હતા અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ્‌સ બોમ્બને વિસ્ફોટ કર્યા વિના નિઃશસ્ત્ર કરી રહ્યા હતા. સફેદ કવરોલ પહેરેલા તપાસકર્તાઓએ તેલ અવીવની બહારના શહેર બેટ યામમાં પાર્કિંગની જગ્યામાં વિસ્ફોટ કરતા બસોના સળગેલા મેટલ કેસિંગની અંદર પુરાવાની શોધ કરી. શહેરના મેયર ત્ઝવિકા બ્રોટે જણાવ્યું કે, આ એક ચમત્કાર છે કે, કોઈને ઈજા થઈ નથી. તેમણે જણાવ્યું કે, બસો તેમની મુસાફરી પૂરી કર્યા પછી ઊભી રાખવામાં આવી હતી. બસ કંપનીના વડાએ જણાવ્યું કે, તેમણે તરત જ તમામ બસ ડ્રાઇવરોને બસ રોકવા અને ‘સંપૂર્ણ તપાસ’ કરવા આદેશ આપ્યો. ઓફિર કરનીએ જણાવ્યું કે, તેઓ સુરક્ષિત જણાયા બાદ તેમના રૂટ ફરી શરૂ કર્યા. ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહુના કાર્યાલયે જણાવ્યું કે, તેઓ તેમના લશ્કરી સચિવ પાસેથી અપડેટ્‌સ પ્રાપ્ત કરી રહ્યા છે અને વિકાસ પર નજર રાખી રહ્યા છે. પોલીસે જણાવ્યું કે, શિન બેટ આંતરિક સુરક્ષા એજન્સી તપાસ સંભાળી રહી છે. પોલીસ પ્રવક્તા હેમ સરગ્રોફે ઇઝરાયેલી ટીવીને જણાવ્યું કે, અમે એ શોધવાનું છે કે, શું એક જ શંકાસ્પદ વ્યક્તિએ બહુવિધ બસોમાં વિસ્ફોટકો મૂક્યા કે પછી ઘણા શંકાસ્પદ હતા. સરગ્રોફે જણાવ્યું કે, ગુરૂવારે ઉપયોગમાં લેવાતા વિસ્ફોટકો વેસ્ટ બેંકમાં ઉપયોગમાં લેવાતા વિસ્ફોટકો જેવા જ હતા, પરંતુ તેણે વિસ્તૃત માહિતી આપવાનો ઇન્કાર કર્યો હતો.

Exit mobile version