ઇઝરાયેલી દળોએ વેસ્ટ બેંકના શરણાર્થી કેમ્પપર હુમલો કર્યો, પ્રતિકારનો સામનો કરવો પડ્યો

(એજન્સી) તા.૭
પેલેસ્ટીની ઇન્ફર્મેશન સેન્ટરે જાહેર કર્યું હતું કે, ઇઝરાયેલ કબજેદાર દળોએ ગઈકાલે વહેલી સવારે પશ્ચિમ કાંઠે તુબાસની દક્ષિણે અલ-ફારા પેલેસ્ટીની શરણાર્થી કેમ્પ પર હુમલો કર્યો હતો. આર્મર્ડ બુલડોઝરોએ શેરીઓમાં નુકસાન પહોંચાડ્યો અને સ્થાનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન પહોંચાડ્યું, જેના કારણે રહેવાસીઓએ પ્રતિકાર કર્યો હતો. સ્થાનિક સૂત્રોએ જણાવ્યું હતું કે, ઉત્તરી જોર્ડન ખીણમાં અલ-હમરા સૈન્ય ચોકીથી ડઝનેક વાહનો કેમ્પમાં પ્રવેશ્યા હતા. પ્રતિકાર લડવૈયાઓએ ઇઝરાયેલી વાહનોના માર્ગમાં લગાવેલા વિસ્ફોટક ઉપકરણોને વિસ્ફોટ કરતા કેમ્પમાં વિસ્ફોટના અવાજો સંભળાયા હતા. આ સશસ્ત્ર આક્રમણ પશ્ચિમ કાંઠે ઇઝરાયેલ કબજેદાર દળો દ્વારા કરવામાં આવતા દૈનિક હુમલાઓના માળખામાં આવે છે, જેમાં ઇઝરાયેલના કબજાનો પ્રતિકાર કરવાના તેમના કાયદેસરના અધિકારનો ઉપયોગ કરતા સ્થાનિક રહેવાસીઓ સામે ફાયરફાઇટ્‌સ સાથે અંતમાં દરોડા અને ધરપકડ ઝુંબેશનો સમાવેશ થાય છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts