ઇઝરાયેલી યુદ્ધ વિમાનોનો કેથોલિક ચર્ચ પર હુમલો, પોપ લીઓએ ગાઝામાં ‘તાત્કાલિક યુદ્ધવિરામ’ની માંગ કરી

(એજન્સી)                                                        તા.૧૮
પોપ લીઓ XIVએ ગુરૂવારે ગાઝા પટ્ટીમાં ‘તાત્કાલિક યુદ્ધવિરામ’ માટેના તેમના આહ્વાનને પુનરાવર્તિત કર્યું અને નાગરિકોને આશ્રય આપતા કેથોલિક ચર્ચ પર ઇઝરાયેલી હુમલા બાદ ‘સંવાદ, સમાધાન અને આ પ્રદેશમાં કાયમી શાંતિ’ માટે તેમની ‘ઊંડી આશા’ વ્યક્ત કરી. આ અપીલ વેટિકન સેક્રેટરી ઓફ સ્ટેટ કાર્ડિનલ પીટ્રો પેરોલિન દ્વારા હસ્તાક્ષર કરાયેલ ટેલિગ્રામ દ્વારા આવી છે જ્યારે ગાઝામાં હોલી ફેમિલી ચર્ચ પર ઇઝરાયેલી લશ્કરી દરોડામાં હુમલો કરવામાં આવ્યો હતો. પોપે જણાવ્યું કે તેઓ પેરિશ પરના હુમલાથી ‘ખૂબ જ દુઃખી’ છે, જેણે યુદ્ધની શરૂઆતથી ૫૦૦થી વધુ લોકોને આશ્રય આપ્યો છે. ઇજાગ્રસ્તોમાં પેરિશ પાદરી ફાધર ગેબ્રિયલ રોમેનેલીનો પણ સમાવેશ થાય છે, જેમને પગમાં નાની ઈજા થઈ હતી અને ગાઝા સિટીની અલ-અહલી હોસ્પિટલમાં તેમની સારવાર કરવામાં આવી છે. પોપે ટેલિગ્રામમાં ફાધર રોમનેલીને સીધા જ સંબોધિત કર્યા, તેમને તેમની ‘આધ્યાત્મિક નિકટતા’ અને સમગ્ર પેરિશ સમુદાય માટે પ્રાર્થના કરવાની ખાતરી આપી. પોપે જણાવ્યું કે, ‘મૃતકોની આત્માઓને સર્વશક્તિમાન ભગવાનની દયાને સોંપીને, તેઓ શોક કરનારાઓના દિલાસો અને ઘાયલોના સાજા થવા માટે પ્રાર્થના કરી રહ્યા છે.’ ગાઝા પટ્ટી પરના તેના ઘાતક હુમલા દરમિયાન, ઇઝરાયેલી સૈન્યએ ગાઝા બેપ્ટિસ્ટ ચર્ચ અને ગ્રીક ઓર્થોડોક્સ ચર્ચ ઓફ સેન્ટ પોર્ફિરિયોસ, ગાઝા પટ્ટીમાં સૌથી જૂનું ચર્ચ અને વિશ્વનું ત્રીજું સૌથી જૂનું ચર્ચ સહિત અનેક પૂજા સ્થાનો પર બોમ્બમારો કર્યો છે. હોલી ફેમિલી ચર્ચ ગાઝા પટ્ટીમાં એકમાત્ર કેથોલિક ચર્ચ છે, જે ઓક્ટોબર ૨૦૨૩થી ઘણા વિસ્થાપિત ખ્રિસ્તી અને મુસ્લિમ પેલેસ્ટીનીઓને આશ્રય આપી રહ્યું છે. ઇઝરાયેલી સૈન્યએ ઓક્ટોબર ૨૦૨૩થી ગાઝા સામે ઘાતકી આક્રમણ શરૂ કર્યું છે, યુદ્ધવિરામની આંતરરાષ્ટ્રીય કોલ્સનો અવગણના કરીને, લગભગ ૫૮,૬૦૦ પેલેસ્ટીનીઓ મૃત્યુ પામ્યા, જેમાંથી મોટાભાગની સ્ત્રીઓ અને બાળકો હતા. ગયા નવેમ્બરમાં, ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે ઇઝરાયલેના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ અને તેમના પૂર્વ સંરક્ષણ મંત્રી યોવ ગેલન્ટ સામે ગાઝામાં યુદ્ધ અપરાધો અને માનવતા વિરૂદ્ધના ગુનાઓ માટે ધરપકડ વોરંટ જારી કર્યું છે.

]]>

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks