ઇઝરાયેલી સુરક્ષા મંત્રીએ બંધક સોદો નિષ્ફળ થવા પર હમાસની ‘સંપૂર્ણ હાર’ની યોજના બનાવવાનો આદેશ આપ્યો

(એજન્સી)                                                        તા.૧૧
ઇઝરાયેલના સંરક્ષણ મંત્રી ઇઝરાયેલ કાત્ઝે શુક્રવારે તેમના કાર્યાલયમાંથી જારી કરેલા એક નિવેદનમાં જણાવ્યું કે જો ૨૦ જાન્યુઆરી સુધીમાં બંધકોને મુક્ત કરવાની ડીલ પર હસ્તાક્ષર કરવામાં ન આવે તો ઇઝરાયેલી સૈન્યને હમાસની ‘સંપૂર્ણ હાર’ માટે યોજના તૈયાર કરવાની સૂચના આપવામાં આવી છે. કાત્ઝે જણાવ્યું કે જો હમાસ અમેરિકન પ્રમુખ તરીકે ચૂંટાયેલા ડોનાલ્ડ ટ્રમ્પ સત્તા સંભાળે ત્યાં સુધીમાં બંધકોને મુક્ત નહીં કરે તો ‘ગાઝામાં હમાસની સંપૂર્ણ હાર માટેની યોજના’ લાગુ કરવામાં આવશે.  તેમણે સૈન્યને ‘માનવતાવાદી ચિંતાઓ અને અન્ય મુદ્દાઓ સહિત યોજનાના અમલીકરણમાં સંભવિત અવરોધોને ઓળખવા’ નિર્દેશ આપ્યો, જેથી રાજકીય નેતૃત્વ ‘જરૂરી નિર્ણયો’ લઈ શકે. સિન્હુઆ ન્યૂઝ એજન્સીના અહેવાલ અનુસાર, કાત્ઝે ગુરૂવારે ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સિસ (આઇડીએફ) ચીફ ઓફ સ્ટાફ હરઝી હલેવી સાથે સુરક્ષા મૂલ્યાંકન બેઠક દરમિયાન આ નિર્દેશ આપ્યો હતો. તેમણે ‘યુદ્ધ’ માં સામેલ થવાને બદલે હમાસને વધુ બળવાન ફટકો મારવા માટે આહવાન કર્યું. કાત્ઝે જણાવ્યું કે હમાસની ‘સંપૂર્ણ હાર’ યુદ્ધ પછી ગાઝાના પુનઃનિર્માણની યોજનાઓથી સ્વતંત્ર રીતે આગળ વધવી જોઈએ. તેમણે જણાવ્યું કે, ‘કોઈપણ રાજકીય ઉકેલ વર્તમાન આયોજન અને જરૂરી ક્રિયાઓ માટે અપ્રસ્તુત છે, કારણ કે જ્યાં સુધી હમાસને સંપૂર્ણપણે નાબૂદ કરવામાં ન આવે ત્યાં સુધી કોઈ અરબ અથવા અન્ય સંસ્થાઓ ગાઝામાં નાગરિક જીવનનું સંચાલન કરવાની જવાબદારી લેશે નહીં.’ આ ટિપ્પણી ગાઝામાં યુદ્ધવિરામ હાંસલ કરવા અને ત્યાં રાખવામાં આવેલા બાકીના ઇઝરાયેલી બંધકોને મુક્ત કરવાના હેતુથી કતારની રાજધાની દોહામાં ચાલી રહેલી વાતચીતના નવા રાઉન્ડ વચ્ચે આવી છે. દક્ષિણ ઇઝરાયેલ પર હમાસની આગેવાની હેઠળના હુમલા બાદ ઇઝરાયેલે ઓકટોબર ૨૦૨૩માં ગાઝા પટ્ટી પર મોટા પાયે આક્રમણ શરૂ કર્યું હતું જેમાં લગભગ ૧,૨૦૦ લોકો મૃત્યુ પામ્યા છે  અને લગભગ ૨૫૦ બંધકો લીધા હતા. ઇઝરાયેલે જણાવ્યું કે તેનો ધ્યેય હમાસ પર ‘સંપૂર્ણ વિજય’ હાંસલ કરવાનો અને બંધકોની મુક્તિ સુનિશ્ચિત કરવાનો છે.  ત્યારથી, ગાઝાના આરોગ્ય અધિકારીઓના જણાવ્યાં અનુસાર, એન્ક્લેવમાં ૪૬,૦૦૦થી વધુ પેલેસ્ટીનીઓ મૃત્યુ પામ્યા છે.
 

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts