(એજન્સી) તા.૪
અનાદોલુના અહેવાલ મુજબ, ‘અલીખબરિયા ટીવી’એ જણાવ્યું હતું કે શનિવારે ઇઝરાયેલી સેનાએ દક્ષિણ સીરિયાના એક ગામ પર તોપમારો કર્યો અને બાદમાં જમીની ઘૂસણખોરીની અલગ ઘટના દરમિયાન રહેણાંક વિસ્તારો પર ગોળીબાર કર્યો. ઇઝરાયેલી તોપખાનાએ પશ્ચિમી દારા (ડ્ઢટ્ઠટ્ઠિટ્ઠ) પ્રાંતના અબિદિન ગામના બાહ્ય વિસ્તારોને નિશાન બનાવ્યા. જાનહાનિ કે નુકસાન અંગેના કોઈ તાત્કાલિક અહેવાલો મળ્યા નથી. અબિદિન પશ્ચિમી દારામાં યાર્મુક બેસિનમાં આવેલું છે અને સપ્ટેમ્બર મહિનામાં ઇઝરાયેલી તોપખાના દ્વારા તેને વારંવાર નિશાન બનાવવામાં આવ્યું હતું. ઇઝરાયેલી દળો બે ટેન્ક અને અન્ય લશ્કરી વાહનો સાથે દક્ષિણ કુનેઇત્રા પ્રાંતના સયદા અલ-હાનુત (Sayda al-Hanout) ગામની પશ્ચિમે આવેલા વિસ્તારમાં પણ પ્રવેશ્યા હતા અને રહેણાંક વિસ્તારો તરફ ગોળીબાર કર્યો હતો. ૨૦૨૪ના અંતમાં અસદ શાસનના પતન બાદથી ઇઝરાયેલ સીરિયાના પ્રદેશમાં સતત ઉલ્લંઘન કરી રહ્યું છે. સીરિયાના રાષ્ટ્રપતિ અહમદ અલ-શરાએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના ૮૧મા સત્રમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો અને જણાવ્યું હતું કે ૨૦૨૪ના અંતથી ઇઝરાયેલે લગભગ ૫૦૦ હવાઈ હુમલા અને તોપમારા, ૧,૨૦૦થી વધુ ઘૂસણખોરી અને આશરે ૩૦૦ ધરપકડ તથા અટકાયતની કાર્યવાહી કરી છે.