ઇઝરાયેલી સેનાએ હમાસના વરિષ્ઠઅધિકારીની હત્યા કરી : પ્રવક્તા

(એજન્સી) ગાઝા, તા.૮
ઇઝરાયેલી સૈન્યએ ઘોષણા કરી છે કે ગાઝા પટ્ટી પર તેના તાજેતરના હવાઈ હુમલામાં હમાસના એક વરિષ્ઠ આંતરિક સુરક્ષા અધિકારી માર્યા ગયા છે. ૈંડ્ઢહ્લના પ્રવક્તા અવિચાઈ અદ્રાઈએ શનિવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર જણાવ્યું હતું કે ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સિસ અને શિન બેટ સુરક્ષા સેવાએ ગાઝામાં મોટી કાર્યવાહીને અંજામ આપવા માંગતા અને ઇઝરાયેલી પ્રદેશ પર હુમલાની યોજના બનાવી રહેલા અધિકારીને મારી નાખ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે અકરમ અબ્દુલ રહેમાન હુસૈન સલામા હમાસ અને સહયોગી આંતરિક તંત્રમાં ઘણા ઉચ્ચ હોદ્દા પર હતા અને બુધવારે ફાઇટર જેટ દ્વારા માર્યા ગયા હતા. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ વ્યક્તિ ઇઝરાયેલી દળો અને ઇઝરાયેલી પ્રદેશોમાં મોટા હુમલાની યોજના બનાવવા અને તેને અંજામ આપવા માંગતો હતો. ૭મી ઑક્ટોબર ૨૦૨૩ દક્ષિણ ઇઝરાયેલ સરહદ દ્વારા હમાસના ઘૂસણખોરીનો બદલો લેવા ઇઝરાયેલે ગાઝા પટ્ટીમાં હમાસ વિરૂદ્ધ એક વિશાળ આક્રમણ શરૂ કર્યું, જે દરમિયાન લગભગ ૧,૨૦૦ લોકો માર્યા ગયા અને ૨૦૦થી વધુને બંધક બનાવવામાં આવ્યા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts