ઇઝરાયેલી સૈનિકોએ ૧૫ પેલેસ્ટીની તબીબી કર્મચારીઓને મારી નાખ્યા અને તેમને સામૂહિક કબરમાં દફનાવી દીધા : સંયુક્ત રાષ્ટ્ર

(એજન્સી)                                                           તા.૨
પેલેસ્ટીનીઓએ સોમવારે દક્ષિણ ગાઝામાં ઇઝરાયેલી સૈનિકો દ્વારા મૃત્યુ પામેલા ૧૫ ચિકિત્સકો અને કટોકટી કામદારોની દફનવિધિ કરી. તેમના મૃતદેહો અને ક્ષતિગ્રસ્ત એમ્બ્યુલન્સ એક સામૂહિક કબરમાં દફનાવવામાં આવી હતી, જે દેખીતી રીતે ઇઝરાયેલી લશ્કરી બુલડોઝર દ્વારા ખોદવામાં આવી હતી. પેલેસ્ટીની રેડ ક્રેસેન્ટનું કહેવું છે કે મૃત્યુ પામેલા કામદારો અને તેમના વાહનો સ્પષ્ટપણે તબીબી અને માનવતાવાદી કર્મચારીઓ તરીકે ચિહ્નિત થયા હતા અને ઇઝરાયેલી સૈનિકોએ તેમની ‘નિર્દયતાથી’ હત્યા કરવાનો આરોપ મૂક્યો હતો. ઇઝરાયેલી સૈન્યનું કહેવું છે કે તેના સૈનિકોએ ઓળખ વિના ‘શંકાસ્પદ રીતે’ તેમની નજીક આવતા વાહનો પર ગોળીબાર કર્યો હતો. મૃતકોમાં આઠ રેડ ક્રેસન્ટ સ્ટાફ, ગાઝાના નાગરિક સુરક્ષા ઈમરજન્સી યુનિટના છ સભ્યો અને પેલેસ્ટીનીઓ માટે સંયુક્ત રાષ્ટ્રની એજન્સી યુએનઆરડબ્લ્યુએના એક કર્મચારીનો સમાવેશ થાય છે. ઇન્ટરનેશનલ રેડ ક્રોસ/રેડ ક્રેસેન્ટે જણાવ્યું કે છેલ્લા આઠ વર્ષમાં તેના કર્મચારીઓ પર આ સૌથી ઘાતક હુમલો છે. ૧૮ મહિના પહેલા ગાઝામાં યુદ્ધ શરૂ થયું ત્યારથી, યુનાઇટેડ નેશન્સ અનુસાર, ઇઝરાયેલે ૧૦૦થી વધુ નાગરિક સુરક્ષા કર્મચારીઓ અને ૧,૦૦૦થી વધુ આરોગ્ય કર્મચારીઓની હત્યા કરી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts