Site icon Gujarat Today

ઇઝરાયેલી હુમલાઓમાં હમાસના લશ્કરી કમાન્ડરને નિશાન બનાવવામાંઆવ્યા, દક્ષિણ ગાઝામાં ઓછામાં ઓછા ૯૦ લોકોના મૃત્યુ

હમાસના ઓકટોબર ૭ના હુમલા પછી ઇઝરાયેલે ગાઝામાં તેની કાર્યવાહી શરૂ કરી હતી, હમાસના હુમલામાં લડવૈયાઓ દક્ષિણ ઇઝરાયેલમાં ઘૂસી ગયા હતા અને તેમણે લગભગ ૨૫૦ લોકોનું અપહરણ કર્યું હતું

(એજન્સી) ખાન યુનિસ, તા.૧૫
ઇઝરાયેલે જણાવ્યું કે, તેમણે લોકોથી ગીચ દક્ષિણ ગાઝા પટ્ટીના વિસ્તાારમાં એક વિશાળ હુમલામાં હમાસના લશ્કરી કમાન્ડરને નિશાન બનાવ્યો હતો, જેમાં સ્થાનિક આરોગ્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર બાળકો સહિત ઓછામાં ઓછા ૯૦ લોકો માર્યા ગયા છે. ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહુએ જણાવ્યું હતું કે, ‘હજી પણ સંપૂર્ણ નિશ્ચિતતા નથી કે મોહમ્મદ ડેઇફ અને હમાસના બીજા કમાન્ડર રફા સલામા માર્યા ગયા છે કે નહીં.’ હમાસે મોહમ્મદ ડેઇફના તે વિસ્તારમાં હોવાના દાવાને નકારી કાઢ્યો છે, જ્યાં આ હુમલો કરવામાં આવ્યો હતો અને કહ્યું કે, ‘આ ખોટા દાવાઓ માત્ર ભયાનક નરસંહારના જાનહાનિ માટે કવરઅપ છે.’ આ હુમલાઓ એવા વિસ્તારમાં થયા જ્યાં ઈઝરાયેલની સેનાએ સેંકડો હજારો પેલેસ્ટીનીઓ માટે સુરક્ષિત વિસ્તાર તરીકે નિયુક્ત કર્યું હતું. ગાઝામાં હમાસના ટોચના અધિકારી ડેઇફ અને યાહ્યા સિનવાર માટે ઇઝરાયેલ દ્વારા માનવામાં આવે છે કે, તેઓ ઓકટોબર ૭ના હુમલાના આયોજન કરનારા હતા જે હુમલામાં દક્ષિણ ઇઝરાયેલમાંથી લગભગ ૧૨૦૦ લોકો માર્યા ગયા હતા અને ઇઝરાયેલ-હમાસ યુદ્ધ ઉત્તેજિત થયું હતું. ડેઇફ લાંબા સમયથી ઇઝરાયેલની મોસ્ટ-વોન્ટેડ સૂચિમાં ટોચ પર છે, પરંતુ વર્ષોથી તેને જાહેરમાં જોવામાં આવ્યો નથી અને માનવામાં આવે છે કે, તે ઇઝરાયેલ દ્વારા કરવામાં આવેલ બહુવિધ હત્યાના પ્રયાસોથી બચી ગયો છે. ઓકટો. ૭ના રોજ હમાસે ‘અલ અક્સા હુમલો’ ઓપરેશનની જાહેરાત કરતા ડેઇફનું એક દુર્લભ વોઇસ રેકોર્ડિંગ જારી કર્યું હતું. આ હુમલો યુદ્ધવિરામના પ્રયાસોમાં નાજુક સમયે કરવામાં આવ્યો હતો. ડેઇફનું મૃત્યુ ઇઝરાયેલને મોટી જીત અને હમાસને દુઃખદાયક માનસિક ફટકો આપશે. વડાપ્રધાન નેતાન્યાહુએ કહ્યું કે, જ્યાં સુધી હમાસની લશ્કરી ક્ષમતાઓનો નાશ ન થાય ત્યાં સુધી ઇઝરાયેલ યુદ્ધ સમાપ્ત કરશે નહીં. ડેઇફનું મૃત્યુ એ દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું હશે. નેતાન્યાહુએ કહ્યું, ‘બધા હમાસ નેતાઓની મૃત્યુ માટે ચેતવણી આપીએ છીએ અને અમે તે બધા સુધી પહોંચીશું.’ તેમણે ઉમેર્યું કે જ્યારે હુમલો થયો ત્યારે કોઈ બંધક નજીકમાં નહોતા, તેમણે જાણવ્યું નથી, તેઓને બંધકો વિશે કેવી રીતે જાણકારી હતી. ડેઇફની હત્યા હમાસને વાટાઘાટોમાં તેની સ્થિતિને સખત કરવા માટે પણ પ્રોત્સાહિત કરી શકે છે. તે બે દાયકાથી વધુ સમયથી છૂપાયેલો છે અને માનવામાં આવે છે કે તે લકવાગ્રસ્ત છે. ઈઝરાયેલ દ્વારા બહાર પાડવામાં આવેલ ૩૦ વર્ષ જૂનો આઈડી ફોટો તેની માત્ર જાણીતી તસવીરોમાંની એક છે. શનિવારનો હુમલો યુદ્ધનો સૌથી ભયંકર હુમલો હતો. ગાઝાના આરોગ્ય મંત્રાલયે ૯૦નાં મોત અને ઓછામાં ઓછા ૩૦૦ અન્ય ઘાયલ થયા હોવાના અહેવાલ આપ્યા છે. પત્રકારોએ નજીકમાં ભરાઈ ગયેલી નાસેર હોસ્પિટલમાં ૪૦થી વધુ મૃતદેહોની ગણતરી આપી છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે, ‘કેટલાક ભોગ બનેલા લોકો હજુ પણ કાટમાળ હેઠળ અને રસ્તાઓ પર છે અને એમ્બ્યુલન્સ અને નાગરિક સંરક્ષણ ક્રૂ તેમના સુધી પહોંચવામાં અસમર્થ છે.’ ઇઝરાયેલી સૈન્યએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ‘અતિરિક્ત આતંકવાદીઓ નાગરિકોની વચ્ચે છૂપાયેલા છે’ એક ઇઝરાયેલી અધિકારીએ જણાવ્યું હતું કે, હમાસ દ્વારા સંચાલિત ખાન યુનિસના સલામાના મેદાનમાં આડવાળા વિસ્તાર પર હુમલો થયો હતો. સાક્ષીઓએ જણાવ્યું હતું કે, હુમલો મુવાસીમાં થયો હતો, જે ઇઝરાયેલ દ્વારા નિયુક્ત સુરક્ષિત ઝોન છે જે ઉત્તરી રફાહથી ખાન યુનિસ સુધી વિસ્તરે છે. પેલેસ્ટીનીઓ દરિયાકાંઠાની નજીકના વિસ્તારોમાં વિસ્થાપિત થયા છે અને તેઓ કેટલીક મૂળભૂત સેવાઓ અથવા પુરવઠો સાથે મોટે ભાગે તંબુઓમાં આશ્રય લે છે. ગાઝાના ૨૩ લાખ લોકોમાંથી ૮૦%થી વધુ લોકોને તેમના ઘરોમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. આ પછીના ફૂટેજમાં એક વિશાળ ખાડો, સળગી ગયેલા તંબુઓ અને બળી ગયેલી કાર જોવા મળી હતી. હોસ્પિટલની ફૂટેજમાં ગુલાબી શર્ટમાં એક બાળક જોવા મળે છે, જેનો ચહેરો રેતીથી ઢંકાયેલો હત અને તે પ્રાથમિક સારવાર લેતી વખતે રડી રહ્યો હતો. પેલેસ્ટીની શરણાર્થીઓ માટે યુએન એજન્સીના પ્રવક્તા લુઇસ વોટરરિજે જણાવ્યું હતું કે, તેમણે હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને ઘણા દર્દીઓ સાથે વાત કરી હતી. વોટરરિજે જણાવ્યું હતું, વિસ્ફોટમાં બે વર્ષનો બાળક હવામાં ઉછળ્યો હતો અને તેની માતાથી અલગ પડી ગયો હતો.

Exit mobile version