ઇઝરાયેલી હુમલાઓ ફરી શરૂ થતાં ગાઝામાં એક અઠવાડિયામાં ૧,૪૦,૦૦૦ થી વધુ લોકો વિસ્થાપિત થયા : સંયુક્ત રાષ્ટ્ર

(એજન્સી)                                                          તા.૨૮
ગાઝા પટ્ટી પર નવા ઇઝરાયેલી હુમલાઓ સતત નવમા દિવસે ચાલુ રહ્યા, જેમાં ડઝનેક પેલસ્ટીનીઓે મૃત્યુ પામ્યા, જ્યારે સંયુક્ત રાષ્ટ્રનું કહેવું છે કે છેલ્લા અઠવાડિયાથી ૧૪૦,૦૦૦થી વધુ લોકો વિસ્થાપિત થયા છે. યુએનની માનવતાવાદી એજન્સી,OCHAએ જણાવ્યું  કે ઇઝરાયેલે ૧૮ માર્ચે ગાઝા પર ફરી યુદ્ધ શરૂ કર્યું ત્યારથી ૧૪૨,૦૦૦ પેલેસ્ટીનીઓ બળજબરીથી વિસ્થાપિત થયા છે. એજન્સીએ મંગળવારે મોડી રાત્રે જણાવ્યું  કે, ‘માત્ર થોડીક અંગત ચીજવસ્તુઓ સાથે ભાગી ગયા પછી, ઘણા લોકો હવે રસ્તાઓ પર જીવી રહ્યા છે, ખોરાક, પીવાના પાણી અને આશ્રયની જરુરી જરૂરિયાત છે.’ ગાઝાના આરોગ્ય મંત્રાલયે બુધવારે જણાવ્યું કે, ૨૪ કલાકના સમયગાળામાં ગાઝામાં ઇઝરાયેલના હુમલામાં બાળકો સહિત ઓછામાં ઓછા ૩૯ લોકોના મોત થયા છે અને ૧૨૪ લોકો ઘાયલ થયા છે. ઉત્તર ગાઝામાં જબાલિયા અને દક્ષિણમાં ખાન યુનુસ અને રાફાહ સહિત સમગ્ર પ્રદેશમાં હુમલાની જાણ કરવામાં આવી હતી. ઇઝરાયેલી લશ્કરી વિમાને જબાલિયામાં નાગરિકોથી ભરેલા ઘર પર હુમલો કર્યો, જેમાં ઓછામાં ઓછા આઠ લોકો મૃત્યુ પામ્યા. પીડિતોમાં છ મહિનાનું બાળક પણ સામેલ છે. મધ્ય ગાઝામાં બુરીજ શરણાર્થી શિબિરમાં રહેણાંક ફ્લેટને નિશાન બનાવવામાં આવ્યું હતું, જેમાં એક બાળકનું મોત થયું છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks