ઇઝરાયેલે ગાઝાની ૧.૮% વસ્તીને મારી નાખી : સત્તાવાર આંકડા

(એજન્સી) તા.૧૨
પેલેસ્ટીની સેન્ટર બ્યુરો ઓફ સ્ટેટિસ્ટિક્સ દ્વારા રવિવારના રોજ જારી કરાયેલા આંકડાઓ અનુસાર, ઈઝરાયેલે ૭ ઓકટોબરથી ગાઝાની લગભગ ૧.૮% વસ્તીને પ્રદેશ પરના વિનાશક યુદ્ધ વચ્ચે મારી નાખી છે. એક નિવેદનમાં કેન્દ્રએ જણાવ્યું હતું કે, ૭ ઓકટોબર, ૨૦૨૩થી ગાઝામાં ઇઝરાયેલી હુમલામાં ૩૯,૦૦૦થી વધુ લોકો માર્યા ગયા છે. આ પ્રદેશની કુલ વસ્તીના આશરે ૧.૮% છે. કેન્દ્ર અનુસાર ગાઝામાં લગભગ ૨૪% પેલેસ્ટીની પીડિતો યુવાનો હતા. આરોગ્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર, ગાઝા શહેરના અલ-દરાજ પડોશમાં અલ-તબાઈન સ્કૂલમાં ફજર (સવાર)ની નમાજ અદા કરી રહેલા પેલેસ્ટીનીઓને યુદ્ધ વિમાને નિશાન બનાવ્યું ત્યારે શનિવારના રોજ ઈઝરાયેલી સેનાએ ૧૦૦થી વધુ નાગરિકોને માર્યા ગયા અને ડઝનેક ઘાયલ થયા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks