(એજન્સી) તા.૨૨
જો પેલેસ્ટીની આતંકવાદી સમૂહ હમાસ વધુ ઇઝરાયેલી બંધકોને મુક્ત કરવાનો ઇન્કાર કરે તો ઇઝરાયેલના સંરક્ષણ મંત્રી ઇઝરાયેલ કાત્ઝે શુક્રવારે સૈનિકોને ગાઝામાં વધુ વિસ્તાર કબજે કરવાનો આદેશ આપ્યો હતો.અહેવાલ મુજબ, કાત્ઝે જણાવ્યું કે તેણે ઇઝરાયેલી સંરક્ષણ દળો (IDF) ને સ્ટ્રીપના વધારાના વિસ્તારો કબજે કરવાનો આદેશ આપ્યો, તેમજ અસરગ્રસ્ત વિસ્તારોમાં પેલેસ્ટીની નાગરિકોને ખાલી કરવાના આદેશો જારી કર્યા.ધ ટાઇમ્સ ઑફ ઇઝરાયેલે કાત્ઝને ટાંકીને જણાવ્યું હતું કે, "જો આતંકવાદી સંગઠન હમાસ બંધકોને મુક્ત કરવાનો ઇન્કાર કરવાનું ચાલુ રાખે છે, તો મેં IDFને ગાઝાની આસપાસના સુરક્ષા ક્ષેત્રને વિસ્તારવા માટે વધારાના વિસ્તારો કબજે કરવા, વસ્તીને ખાલી કરવા અને ઇઝરાયેલ દ્વારા વિસ્તાર પર કાયમી નિયંત્રણ દ્વારા ઇઝરાયેલી સમુદાયો અને ૈંડ્ઢહ્લ સૈનિકોની સુરક્ષા કરવા સૂચના આપી છે."અગાઉ, કાત્ઝે જણાવ્યું કે બાકીના બંધકોને મુક્ત કરવા માટે ૈંડ્ઢહ્લ ગાઝા પર હવા, જમીન અને સમુદ્ર દ્વારા તેના આક્રમણને વધુ તીવ્ર બનાવી રહ્યું છે. બે મહિનાની તંગ શાંતિ બાદ ઇઝરાયેલે યુદ્ધવિરામ સમાપ્ત કર્યા પછી પેલેસ્ટીનીઓ તેમના જીવન માટે ભાગી જતા જોવા મળતા હોવાથી ઇઝરાયેલે હમાસના પ્રદેશ પર હુમલાઓ વધારી દીધા છે. કાત્ઝે જણાવ્યું કે યહૂદી રાજ્યએ બાકીના બંધકોને મુક્ત કરવામાં આવે અને પેલેસ્ટીની પ્રતિકાર સમૂહને પરાજિત કરવામાં આવે તે સુનિશ્ચિત કરવા માટે હમાસ વિરૂદ્ધ તેની જમીની ઝુંબેશને વધુ તીવ્ર બનાવી છે. તેમણે જણાવ્યું કે, "ઈઝરાયેલ તમામ સૈન્ય અને નાગરિક દબાણનો ઉપયોગ કરશે, જેમાં દક્ષિણમાંથી ગાઝાની વસ્તીને બહાર કાઢવા અને ગાઝાના રહેવાસીઓ માટે અમેરિકન પ્રમુખ ટ્રમ્પની સ્વૈચ્છિક સ્થળાંતર યોજનાનો અમલ કરવા સહિતનો સમાવેશ થાય છે."