ઇઝરાયેલે પેલેસ્ટીનીઓ પર ક્રૂર યુદ્ધ ચાલુ રાખ્યું, ગાઝામાં મૃત્યુઆંક ૫૭,૩૦૦ને પાર

(એજન્સી)                          ગાઝા, તા.૬
ઓકટોબર ૨૦૨૩થી ગાઝા પટ્ટી પર ઇઝરાયેલના નરસંહાર યુદ્ધમાં  ૫૭,૩૩૮ પેલેસ્ટીની મૃત્યુ પામ્યા છે, આરોગ્ય મંત્રાલયે શનિવારે જણાવ્યું હતું. મંત્રાલયના એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, પાછલા ૨૪ કલાકમાં ૭૦ મૃતદેહો હોસ્પિટલોમાં લાવવામાં આવ્યા હતા અને ૩૩૨ લોકો ઘાયલ થયા છે, જેનાથી ઇઝરાયેલના હુમલામાં ઘાયલ લોકોની સંખ્યા ૧,૩૫,૯૫૭ પર પહોંચી ગઈ હતી. તેણે જણાવ્યું કે, ઘણા પીડિત લોકો હજુ પણ કાટમાળ હેઠળ અને રસ્તાઓ પર ફસાયેલા છે કારણ કે, બચાવ ટીમો તેમના સુધી પહોંચવામાં અસમર્થ છે. ઇઝરાયેલે ૧૮ માર્ચે ગાઝા પટ્ટી પર ફરી હુમલા શરૂ કર્યા અને ત્યારથી જાન્યુઆરીમાં થયેલા યુદ્ધવિરામ અને કેદીઓના વિનિમય કરારનો ભંગ કરીને ૬૭૮૦ લોકો મૃત્યુ પામ્યા અને ૨૩,૯૧૬ ઘાયલ થયા. ગયા નવેમ્બરમાં ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહુ અને તેમના પૂર્વ સંરક્ષણ મંત્રી યોઆવ ગેલેન્ટ  માટે ગાઝામાં યુદ્ધ અપરાધો અને માનવતા વિરુદ્ધના ગુનાઓ માટે ધરપકડ વોરંટ જારી કર્યું હતું. ઇઝરાયેલને એન્કલેવ પરના યુદ્ધ માટે ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં નરસંહારના કેસનો પણ સામનો કરવો પડે છે.

]]>

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks